Pre Wedding: મુકેશ અંબાણીની ભાવુક સ્પીચ અને બગ્ગીમાં અનંત-રાધિકાની એન્ટ્રી

0
152
Pre Wedding: મુકેશ અંબાણીની ભાવુક સ્પીચ અને બગ્ગીમાં અનંત-રાધિકાની એન્ટ્રી
Pre Wedding: મુકેશ અંબાણીની ભાવુક સ્પીચ અને બગ્ગીમાં અનંત-રાધિકાની એન્ટ્રી

Anant Ambani Radhika Merchant Pre Wedding: મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટ અને તેમની પત્ની શૈલા મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે કરવા જઇ રહ્યા છે, જેના જાજરમાન પ્રી-વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં યોજાઇ રહ્યા છે જ્યા દેશ વિદેશથી નામાંકિત ચહેરાઓ આ સમારોહમાં સામેલ થયા છે.

ફંકશનના પ્રથમ દિવસે દેશ-વિદેશમાંથી પોતાના મહેમાન બનેલા લોકોને ‘નમસ્તે’ અને ‘અતિથિ દેવો ભવઃ’ કહીને મુકેશ અંબાણીએ આવકાર્યા હતા. સ્પીચ સમયે ભાવુક થઈ કહ્યું હતું કે મારા પિતાજી આજે ઘણા જ ખુશ થઈ રહ્યા હશે, કારણ કે તેમના ફેવરિટ પૌત્ર અનંતનું વેડિંગ ફંકશન આજે તેમની મનપસંદ જગ્યા જામનગરમાં યોજાઈ રહ્યું છે. પિતાની સ્પીચ બાદ અનંતે પણ મહેમાનો અને પરિવારના સભ્યો સામે સ્પીચ આપી હતી. એમાં દીકરાના શબ્દો સાંભળી મુકેશ અંબાણી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા..

Anant Ambani Radhika Merchant Pre Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની 3 દિવસિય પ્રી વેડિંગ પાર્ટીની શુક્રવારથી ધમાકેદાર શરુઆત થઈ છે. આ સમયે કપલે બગ્ગીમાં એન્ટ્રી કરી હતી.

4 12

Pre Wedding: અનંત અંબાણી અને તેમની થનારી પત્ની રાધિકા મર્ચન્ટ બગીમાં સવાર થઈને કાર્યક્રમના સ્થળે પહોચ્યા. મુકેશ અંબાણીએ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને “અતિથિ દેવો ભવ” પરંપરા પર ભાર મૂક્યો હતો.

7 2

મુકેશ અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે, “જ્યારે મેં નમસ્તે કહ્યું હતું, ત્યારે તેનો અર્થ એ થયો કે મારામાં રહેલા ભગવાન તમારામાં રહેલા ભગવાનનો સ્વીકાર કરીને ખુશ છે. તમે બધાંએ આ લગ્નનો મહિનો શુભ બનાવી દીધો છે. આભાર! તમારો ખૂબ ખૂબ આભાર!”

5 8

જામનગરના રિલાયન્સ ગ્રીન્સ સંકુલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, બોલીવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન, દીપિકા પદુકોણ અને રણબીર કપૂર સહિત 2000 મહેમાનો ઉપસ્થિત…

8 1

અમેરિકન સિંગર જય બ્રાઉન અને લોકપ્રિય રેપર નિકી મિનાજના મ્યુઝિક ડાયરેક્ટર એડમ બ્લેકસ્ટોન પણ પ્રિ-વેડિંગ પાર્ટીમાં સામેલ, પોપ સિંગર રેહાના પણ આ સેરેમનીમાં હાજરી…

8 2

અંબાણીએ ઉમેર્યું હતું કે, “અનંત અને રાધિકા તમારા આશીર્વાદથી આજીવન ભાગીદારીની સફર શરૂ કરી રહ્યા છે, ત્યારે સૌભાગ્યનો બારમાસી પાક નીકળશે, જેની વિપુલતા ક્યારેય ઓછી નહીં થાય.”

2 8

“આજે, મારા પિતા ધીરુભાઈ પણ સ્વર્ગમાંથી પુષ્કળ આશીર્વાદ આપી રહ્યા છે. મને ખાતરી છે કે તેઓ બમણા ખુશ છે કારણ કે અમે જામનગરમાં તેમના પ્રિય પૌત્ર અનંતના જીવનના આ ખુશી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ.” : મુકેશ અંબાણી

Anant Ambani Radhika Merchant 1

“જામનગર મારા અને મારા પિતા માટે મારી કર્મભૂમિ (કાર્યસ્થળ) બની ગયું છે. આ એક એવું સ્થળ છે જ્યાં તેને પોતાનું મિશન, જુસ્સો અને હેતુ મળ્યો. જામનગર સંપૂર્ણપણે વેરાન ભૂમિ હતી, ત્રીસ વર્ષ પહેલાં રણ હતું.

News18 Gujarati

મુકેશ અંબાણીએ કહ્યું હતું કે તમે જે જોઈ રહ્યા છો તે ધીરુભાઈના સ્વપ્નની અનુભૂતિ છે. રિલાયન્સના ઇતિહાસમાં જામનગર ટર્નિંગ પોઇન્ટ બની ગયું હતું. તે એક એવું સ્થળ છે જ્યાં અમે ભવિષ્યના વ્યવસાયો અને અનન્ય પરોપકારી પહેલ શરૂ કરીએ છીએ. “

12 1

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે તેમના પરિવારનો એકમાત્ર હેતુ ભારતની સમૃદ્ધિ વધારવાનો અને તેના તમામ લોકોની સુખાકારીમાં ફાળો આપવાનો છે. તેમણે પોતાના મહેમાનોને જણાવ્યું હતું કે, “હું કહું છું કે જામનગર તમને એક નવા ભારતના ઉદયની ઝલક આપશે, જે જીવંત, આશાવાદી અને આત્મવિશ્વાસથી ભરપૂર છે.”

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे