રેલ્વે બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.. રેલ્વે બોર્ડે અકસ્માત સંબંધિત સહાયની રકમમાં વધારો કર્યો છે…
ત્યારે અત્યાર સુધી અકસ્માતમાં સહાયની રકમ 50 હજાર રૂપિયા હતી અને અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને ઈલાજ માટે 25 હજાર રૂપિયા સુધીની રકમ આપવામાં આવતી હતી. હાલમાં જ રેલ્વે દ્વારા મૃતયુ અને ઈજાના કિસ્સામાં વધુ ફંડની જોગવાઈ કરવામાં આવી છે..
હવે મૃતકોના પરિવારને મળશે પાંચ લાખ રૂપિયાની સહાય
રેલ્વે સંબંધિત અકસ્માતોમાં મૃત્યુના કિસ્સામાં સહાયની રકમ 50 હજારથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે .
ઘાયલોને કરશે ૨.5 લાખ રૂપિયાની સહાય
ત્યારે રેલ અકસ્માતમાં સામાન્ય ઈજા પહોંચી હોય તેવા લોકોને ૨.5 લાખ રૂપિયા સુધીની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
રેલ્વે ક્રોસ કરતા સમયે જો અકસ્માત થશે તો પણ વળતર મળશે
પરિપત્ર અનુસાર રસ્તા પર ચાલતા અને રેલ્વે ક્રોસિંગ કરતા સમયે જો રેલ્વે દ્વારા અકસ્માત થાય છે અને વ્યક્તિ મૃત્યુ પામે છે તો તને પરિવારજનને 5 લાખ રૂપિયા મળશે. અને જો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થશે તો ૨.5 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. અને સામાન્ય ઈજાના કિસ્સામાં 50 હજાર રૂપિયા જેટલી સહાય મળવા પાત્ર છે.
આતંકવાદી અથવા ચોરી જેવી અઘટિત ઘટનામાં પણ વળતર મળશે
આતંકવાદી હુમલા કે હિંસક હુમલાની અઘટિત ઘટનામાં ગંભીર રીતે ઘાયલના પરિવારજન ને ૧.5 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે .
અને હા જો સવાર લાંબી ચાલે તો શું ?
જો તમે 30 દિવસથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ છો તો તમને દરરોજ ત્રણ હજાર રૂપિયાની રકમ મળવાપાત્ર છે.
કોને કોને નહી મળે સહાય ?
- માનવરહિત લેવલ ક્રોસિંગ પર અકસ્માતમાં ભોગ બનેલ
- પરવાનગી વગર પ્રવેશ કરેલ લોકો
- ટ્રેન પરના વાયરને અડતા મોત થાય તેમને કોઈ સહાયની રકમ નહી ચુકવવામાં આવે.