HomeDeshરાહુલ ગાંધી રવિવારે જશે કોલારના પ્રવાસે

રાહુલ ગાંધી રવિવારે જશે કોલારના પ્રવાસે

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023માં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. તમામ પક્ષો પોતપોતાના ઉમેદવારો માટે રેલીમાં વ્યસ્ત છે. દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રવિવારે 16 એપ્રિલે કોલારમાં પાર્ટીની રેલીને સંબોધિત કરશે. રાહુલ એ જ જગ્યાએ રેલી કરવાના છે જ્યાં તેમણે મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. જેના કારણે કૉંગ્રેસના નેતાને સુર્ત કોર્ટ દ્વારા માનહાનિનો દોષી ઠેરવવામાં આવ્યાં હતાં અને તેની સાથે તેમણે સંસદનું સભ્યપદ પણ ગુમાવ્યું હતું. રાહુલ ગાંધી રવિવારે સવારે બેંગલુરુ પહોંચશે અને ત્યાંથી કોલાર જશે. અહીં તેઓ પાર્ટી દ્વારા આયોજિત ‘જય ભારત’ રેલીને સંબોધિત કરશે. જે બાદ કોંગ્રેસના નેતા સાંજે નવનિર્મિત ઈન્દિરા ગાંધી ભવનનું ઉદ્ઘાટન કરશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments