PV Sindhu : પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે, સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ પોતાની ગ્રૂપ મેચમાં એસ્ટોનિયાની ક્રિસ્ટિન કુબા સામે 21-5, 21-10થી ગ્રુપ મેચ જીતી લીધી છે. તેણે આ સાથે જ રાઉ્ડ ઑફ 16માં એન્ટ્રી કરી છે. આ જીત સાથે પીવી સિંધુએ ક્વોટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે,

PV Sindhu : ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં તેના અભિયાનની મજબૂત શરૂઆત કરી હતી. સિંધુએ 28 જુલાઈએ મહિલા સિંગલ્સના ગ્રુપ-Mમાં તેની પ્રથમ મેચમાં માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને સરળતાથી હરાવ્યો હતો. સિંધુએ આ મેચમાં વિશ્વની નંબર-111 ખેલાડી સામે 21-9, 21-6થી જીત મેળવી હતી. તે સમયે આ મેચ માત્ર 29 મિનિટ ચાલી હતી.
PV Sindhu : સ્વપ્નિલ કુસલે પહોંચ્યો ફાઈનલમાં

પેરીસ ઓલિમ્પિકથી વધુ એક સારા સમાચાર આવ્યા છે, ભારતનો સ્વપ્નિલ કુસલે 50 મીટર રાઇફલ 3 પોઝિશનની મેન્સની ફાઈનલમાં પહોંચી ગયો છે. તેણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 590નો સ્કોર કર્યો અને સાતમું સ્થાન મેળવ્યું. ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી ટૉપ-8 શૂટર્સ ફાઈનલમાં પહોંચ્યા હતા. આ જ ઈવેન્ટમાં અન્ય ભારતીય શૂટર ઐશ્વર્ય પ્રતાપ સિંહ 11મા સ્થાને રહી હતી. તેનો સ્કોર 589 હતો અને તે ફાઈનલમાં જગ્યા બનાવી શક્યો નહોતો.
PV Sindhu : આજે ભારત કઈ રમતમાં લેશે ભાગ

બોક્સિંગમાં બે ભારતીય બોક્સર એક્શનમાં હશે. ટોકિયોની બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીના બોર્ગોહેનનો સામનો નોર્વેની સુનિવા હોફસ્ટેડ સામે થશે. મેન્સ 71 કિગ્રા નિશાંત દેવ રાઉન્ડ ઑફ 16માં એક્વાડોરના જોસ ગેબ્રિયલ રોડ્રિગ્ઝ ટેનોરિયો સામે રમશે.
આર્ચરીમાં ભારતની અનુભવી તીરંદાજ દીપિકા કુમારી અને તરુણદીપ સિંહ રાઉન્ડ ઑફ 64 મેચ રમશે. આર્ચરીમાં ટીમ ઈવેન્ટમાં આ બંને ખેલાડીઓનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો