Anurag Thakur: જેની જાતિ… અનુરાગ ઠાકુરે સંસદમાં શું કહ્યું જેના પર રાહુલ ગાંધી પણ ભડક્યા?

0
403
Anurag Thakur: જેની જાતિ... અનુરાગ ઠાકુરે સંસદમાં શું કહ્યું જેના પર રાહુલ ગાંધી પણ ભડક્યા?
Anurag Thakur: જેની જાતિ... અનુરાગ ઠાકુરે સંસદમાં શું કહ્યું જેના પર રાહુલ ગાંધી પણ ભડક્યા?

Anurag Thakur: બજેટ પર ચર્ચામાં ભાગ લેતી વખતે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે મંગળવારે રાહુલ ગાંધીના ભાષણ પર જોરદાર વળતો પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધીએ બજેટ હલવા દ્વારા સરકાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે તેમાં કોઈ દલિત અધિકારી નથી.

Anurag Thakur: જેની જાતિ... અનુરાગ ઠાકુરે સંસદમાં શું કહ્યું જેના પર રાહુલ ગાંધી પણ ભડક્યા?
Anurag Thakur: જેની જાતિ… અનુરાગ ઠાકુરે સંસદમાં શું કહ્યું જેના પર રાહુલ ગાંધી પણ ભડક્યા?

કેટલાક લોકો પર જાતિ આધારિત વસતી ગણતરીનું ભૂત સવાર: Anurag Thakur

લોકસભામાં મંગળવારે બજેટ પર ચર્ચા થઈ રહી હતી. ચર્ચા દરમિયાન જાતિ આધારિત વસતી ગણતરીનો મુદ્દો પણ ઉછળ્યો હતો. હમીરપુરથી ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસના સમયના કૌભાંડનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હું પૂછવા માગું છું કે હલવા કોણે ખાધો. કેટલાક લોકો ઓબીસીની વાતો કરે છે, પરંતુ તેમને ઓબીસીનો અર્થ પણ ખબર નથી. કેટલાક લોકો પર જાતિ આધારિત વસતી ગણતરીનું ભૂત સવાર છે.

રાહુલ ગાંધી (Rahul ગાંધી) પર કટાક્ષ કરતા અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કહ્યું કે રાહુલ જીનો હલવો મીઠો હતો કે નમણો. કેટલાક લોકો ઓબીસીની વાત કરે છે, તેમના માટે ઓબીસી એટલે ઓન્લી ફોર બ્રધર ઇન લો કમિશન. જે પક્ષના રાજકુમારો પછાત સમાજમાંથી આવતા પોતાના જ પક્ષના પ્રમુખને પોતાની ધોતી ખેંચીને બહાર ફેંકી દીધા છે, તેઓ આપણી સાથે જ્ઞાન વહેંચી રહ્યા છે. આ પછી લોકસભામાં ભારે હોબાળો મચી ગયો હતો.

જાતિની ખબર નથી તેઓ ગણતરીની વાત કરે છે’: અનુરાગ ઠાકુર

લોકસભામાં બજેટ સત્રમાં મંગળવારે બજેટ પરની ચર્ચામાં જાતિ આધારિત વસતી ગણતરીનો મુદ્દો ઉછળતા અનુરાગ ઠાકુર (Anurag Thakur), રાહુલ ગાંધી અને અખિલેશ વચ્ચે ભારે હોબાળો સર્જાયો હતો. આ મુદ્દે ભાજપ નેતા અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર અંગત ટીપ્પણી કરતાં લોકસભામાં વિપક્ષના નેતા અને અખિલેશ યાદવ વિફર્યા હતા. અનુરાગ ઠાકુરે કહ્યું કે, જેમની જાતિ ખબર નથી તેઓ જાતિ આધારિત ગણતરીની વાતો કરે છે. તેમના આ કટાક્ષ પર રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે અનુરાગ ઠાકુરની ઝાટકણી કાઢી હતી. રાહુલે કહ્યું કે, અનુરાગે મારું અપમાન કર્યું છે, પરંતુ મારે તેમની માફી નથી જોઈતી. મારું જેટલું અપમાન કરવું હોય તેટલું કરો. પરંતુ હું જાતિ આધારિત વસતી ગણતરી કરાવીને જ રહીશ.

અનુરાગ ઠાકુરે કોઈનું પણ નામ લીધા વિના કહ્યું કે, જેમની જાતિની ખબર નથી તેઓ જાતિ આધારિત વસતી ગણતરીની વાત કરે છે. ઠાકુરના આ કટાક્ષથી રાહુલ ગાંધી ગુસ્સે ભરાયા હતા. તેમણે કહ્યું કે, અનુરાગ ઠાકુરે મારું અપમાન કર્યું છે, પરંતુ મારે તેમની માફી નથી જોઈતી. તમારે મારું જેટલું અપમાન કરવું હોય તેટલું કરો, હું સહન કરી લઈશ. પરંતુ હું જાતિ આધારિત વસતી ગણતરી કરાવીને જ રહીશ.

જવાબમાં અનુરાગ ઠાકુરે કહ્યું કે તેમાં તમારે તમારી જાતિ પણ લખવી પડશે. મેં કહ્યું હતું કે જેમને જાતિ અંગે કશી ખબર નથી તેઓ વસતી ગણતરીની વાત કરે છે. મેં કોઈનું નામ લીધું નહોતું. પરંતુ જવાબ આપવા કોણ ઊભું થઈ ગયું?

વિરોધ પક્ષના નેતાને અર્થ સમજવો પડશે: Anurag Thakur

અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કહ્યું કે તેમણે વિપક્ષના નેતાનો અર્થ સમજવો પડશે. ઓબીસી અને વસ્તી ગણતરીની ઘણી વાતો થાય છે, જેની જાતિ જાણીતી નથી તે વસ્તી ગણતરીની વાત કરે છે. આ પછી કોંગ્રેસના સભ્યોમાં હોબાળો શરૂ થયો હતો.

આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે અમે અહીં જાતિ ગણતરી પાસ કરીશું. આ દેશમાં જે કોઈ દલિતો અને આદિવાસીઓનો મુદ્દો ઉઠાવે છે, જે કોઈ તેમના માટે લડે છે તેને અપમાનનો સામનો કરવો પડે છે.

હું અપશબ્દોનો ભાર ઉઠાવીશ : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે હું ખુશીથી આ તમામ અપશબ્દો ઉઠાવીશ. જો આપણે મહાભારતની વાત કરીએ તો મહાભારતમાં અર્જુનને માત્ર માછલીની આંખ જ દેખાય છે, તેવી જ રીતે હું માછલીની આંખ જ જોઈ રહ્યો છું અને આપણે કોઈપણ ભોગે જાતિ ગણતરી કરવાનું ચાલુ રાખીશું.

અભિમન્યુ ચક્રવ્યૂહ મેં ફસ ગયા હૈ તું

ચક્રવ્યુહ પર રાહુલ ગાંધીના નિવેદન પર નિશાન સાધતા અનુરાગ ઠાકુરે કહ્યું કે પહેલા ચક્રવ્યુહથી દેશના ભાગલા થયા. બીજું, તેઓએ કાશ્મીરની સમસ્યા દેશને આપી અને ભારતની જમીન ચીનીઓને ભેટ આપી. ત્રીજો ચક્રવ્યુહ પૂર્વ પીએમ આઈજીએ દેશને ઈમરજન્સી અને પંજાબમાં અશાંતિ આપી. ચોથો જે આરજી-1 છે, તેણે બોફોર્સ આપ્યું અને શીખોનો નરસંહાર કર્યો. પાંચમું એસજીએ સનાતન ધર્મ પરંપરા પ્રત્યે નફરત ફેલાવી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો