પંજાબ : રોપારમાં મહિલા પ્રોફેસરના આપઘાત મામલે રાજકારણ ગરમાયું

2
61
પંજાબ : રોપારમાં મહિલા પ્રોફેસરના આપઘાત મામલે રાજકારણ ગરમાયું
પંજાબ : રોપારમાં મહિલા પ્રોફેસરના આપઘાત મામલે રાજકારણ ગરમાયું

પંજાબમાં મહિલા પ્રોફેસરના આપઘાત મામલે રાજકારણ ગરમાયું છે. પંજાબ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સુનીલ જાખડ આ મુદ્દે રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતને મળ્યા હતા .જાખરે કહ્યું કે રાજ્યપાલે સમગ્ર મામલાને ખુબ ધ્યાનથી વિગતો મેળવી , ભાજપ અધ્યક્ષ સુનીલ જાખરે પત્રકારોને વાત કરતા કહ્યું કે હાલની પંજાબ સરકાર કેવા પ્રકારની પ્રવુત્તિઓ કરી શકે છે. તેમણે કહ્યું કે આ કેસ માંથી ત્રણ મુદ્દા ઉભા થાય છે. પહેલું એ કે બલવિન્દર કૌરને આપઘાત કરવા મજબુર કરવામાં આવી હતી. બીજું કે મહિલા પ્રોફેસરના આપઘાત મામલે તેના પતિ અને સાસરિયા દ્વારા ગેરકાયદેસર રીતે ફસાવવામાં આવ્યા છે . તેમને ન્યાય અપાવવાની માંગ ઉઠી છે . ત્રીજું કારણ એ પણ સામે આવી રહ્યું છે કે હળતાળ પર બેઠેલા આસીસ્ટન પ્રોફેસરની માંગણીઓ ધ્યાનમાં લેવી જોઈએ નહિ. આ સિવાય ચોથો પ્રશ્ન એ ઉભો થયો છે કે પંજાબ સરકારના ઘમંડ અને નાનકડી પ્રવુત્તિઓ પર જવાબ કોણ આપશે ? હું આ વાત અરવિંદ કેજરીવાલના મુખ્યમંત્રી ભગવંત માનને પૂછવા માંગું છું . આપને જણાવી દઈએ કે સુનીલ જાખર સાથે રાજ્યપાલની મુલાકાતમાં બલવિન્દર કૌરના ભાઈ બલદેવ સિંહ કૌર પણ હાજર હતા .

હરજોત બેઈંસ સામે કેસ નોંધાવો જોઈએ : શિરોમણી અકાલી દળ

પંજાબમાં મહિલા પ્રોફેસરના આપઘાત મામલે રાજકારણ ગરમાયું છે ત્યારે શ્રી અકાલીદળ (યુનાઈટેડ)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા પ્રધાન પરમિંદર સિંહ ઢીન્સડાએ કહ્યું કે મહિલા પ્રોફેસર બલવિન્દર કૌરની આત્મહત્યાના મામલામાં પોલીસે મંત્રી હરજોત સિંહ બેન્સ વિરુદ્ધ તાત્કાલિક કેસ નોંધાવો જોઈએ . અને કહ્યું કે પંજાબ સરકારના મંત્રીને બચાવવાના પ્રયત્નો કરી રહી છે. અને આ આપઘાત કેસમાં બચાવવાની રણનીતિ ઘડી રહી છે. સુસાઈડ નોટમાં મંત્રી હરજોત બેન્સને સ્પષ્ઠપણે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. તેઓ નિર્દોષ છે કે નહિ તે પોલીસ તપાસ દરમીયાન બહાર આવશે. વધુમાં અકાલી દળના નેતાએ જણાવ્યું કે પંજાબમાં કાયદો વ્યવસ્થા કથળી રહી છે અને સરકાર તમામ જગ્યાએ નિષ્ફળ જઈ રહી છે. રુપનગરમાં બેરોજગાર મહિલા પ્રોફેસરની આત્મહત્યા મામલાને શ્રી અકાલ તખ્ત સાહિબના જ્ઞાની રઘબીર સિંહે ગંભીરતાથી લીધો છે તેમને કહ્યું કે રાજ્ય સરકાર આ માટે આનાથી વધુ શરમ જનક કઈ ન હોઈ શકે . રાજ્યમાં નાગરિકોને પોતાના અધિકાર ન મળે ત્યારે આપઘાત કરવા મજબુર થાય. પંજાબ સરકારે આ મામલે તપાસ કરાવી જોઈએ અને દોષિતોને સજા મળે અને પીડિતાને ન્યાય મળે તે જોવું જોઈએ.

2 COMMENTS

Comments are closed.