करवा चौथ 2023 : કરવા ચોથની કથા, વિધિ-વિધાન અને મુહૂર્ત

5
317
Karwa Chauth 2023 Date and Shubh Muhurt
Karwa Chauth 2023 Date and Shubh Muhurt

करवा चौथ 2023 : કરવા ચોથ વ્રત કાર્તિક કૃષ્ણની ચંદ્રોદયવ્યાપિની ચોથના દિવસે કરવામાં આવે છે. જો બે દિવસની ચંદ્રોદય વ્યાપિની હોય તો બંને દિવસે અને ન હોય તો ‘ માતૃવિદ્યા પ્રશસ્યતે’ અનુસાર પૂર્વવિદ્યા લેવી જોઈએ. સૌભાગ્યવતી કે પતિવ્રતા સ્ત્રીયો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ વ્રત છે. સ્ત્રીયો આ નિર્જલા વ્રતને પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. આ વ્રત જુદી જુદી જગ્યાએ ત્યાની પ્રચલિત માન્યતાઓને અનુસાર કરવામાં આવે છે. બાર ગામે બોલી બદલાય તેમ વ્રતની વિધિમાં પણ  થોડું ગણુ અંતર હોય છે, પણ આખરે સાર તો એક જ હોય છે- ‘પતિનું દીર્ઘ આયુષ્ય’.

કરવા ચોથ (करवा चौथ 2023) સંકષ્ટી ચતુર્થી સાથે એકરુપ છે, જે ભગવાન ગણેશ માટે ઉપવાસનો દિવસ છે. જો કે કરવા ચોથના દિવસે ભગવાન શિવ અને તેમના પરિવાર સહિત દેવી પાર્વતી, ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે. અખંડ સૌભાગ્યવતી તરીકે દેવી પાર્વતીની પૂજા પહેલા કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાન શિવ, ભગવાન કાર્તિકેય અને ભગવાન ગણેશની પૂજા થાય છે. મહિલાઓ પણ દેવી ગૌરા અને ચોથ માતાની પૂજા કરે છે, તેઓ પોતે દેવી પાર્વતીનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં અમે આપને કરવા ચોથ (करवा चौथ 2023)ના વ્રત કરવાની વિધિ-વિધાન તથા મંત્ર જણાવીશું –

3 39

  • સૌ પ્રથમ કરવા ચોથમાં જોઈતી જરૂરી સામગ્રીને ભેગી કરો
  • વ્રતના દિવસે સવારે સ્નાન વગેરે કરીને આ સંકલ્પ બોલીને કડવા ચોથના વ્રતનો પ્રારંભ કરો.

“મમ સુખસૌભાગ્ય પુત્રપૌત્રાદિ સુસ્થિર શ્રી પ્રાપ્તયે કરક ચતુર્થી વ્રતમહં કરિષ્યે.”
“मम सुखसौभाग्य पुत्रपौत्रादि सुस्थिर श्री प्रतोच्ये करक चतुर्थी व्रतमहन करिष्ये।”

  • આખો દિવસ નિર્જળ રહો.
  • દિવાલ પર ગેરુથી લીંપીને તેના પર વાટેલા ચોખાના લેપથી કરવા (નીચે આપેલ ચિત્ર)નું ચિત્ર લગાવો.

  • શીરો-પુરી અને વ્યંજન બનાવો
  • પીળી માટીથી મા પાર્વતી બનાવો અને તેમના ખોળામાં ગણેશજીને બેસાડો
  • મા ગૌરીને લાકડીના આસન પર બેસાડો. ગૌરીને ચુંદડી ઓઢાવો. બિંદી સાથે સુહાગની સામગ્રી વડે શ્રૃંગાર કરો
  • પાણીથી ભરેલો લોટો મુકો
  • ભેટ આપવા માટે માટીનો ટોટીવાળો કરવો(ઘડો) લો. તેમાં ઘઉં મુકીને ઢાંકો અને ઢાંકણમાં દળેલી ખાંડ ભરી દો. તેની ઉપર દક્ષિણા મુકો
  • કરવા (ઘડો) પર સ્વસ્તિક બનાવો
  • ગૌરી-ગણેશ અને ચિત્રિત કરવાની પરંપરાનુસાર પૂજા કરો. પતિની દીર્ઘાયુની કામના કરો

“નમઃ શિવાયૈ શર્વાણ્યૈ સૌભાગ્યં સંતતિ શુભામ્‌, પ્રયચ્છ ભક્તિયુક્તાનાં નારીણાં હરવલ્લભે”
नमः शिवायै शर्वाण्यै सौभाग्यं संतति शुभाम्। प्रयच्छ भक्तियुक्तानां नारीणां हरवल्लभे॥

  • કરવા પર 13 બિંદી મુકો, અને ઘઉં કે ચોખાના 13 દાણા હાથમાં લઈને કરવા ચોથની વાર્તા સાંભળો
  • કથા સાંભળ્યા પછી કરવા (ઘડો) પર હાથ ફેરવી પોતાની સાસુના પગે પડી આશીર્વાદ લો અને તેમને કરવા આપી દો
  • તેર ઘઉંના દાણા અને પાણીનો લોટો અથવા ટોટીદાર કરવાને અલગ મુકો
  • રાતે ચદ્રમાઁ નીકળ્યા પછી ચારણીની આડથી તેને જુઓ અને ચદ્રને અર્ધ્ય આપો
  • ત્યારબાદ પતિ પાસેથી આશીર્વાદ મેળવો. તેમને ભોજન કરાવો અને પોતે પણ ભોજન કરો

“મમ સુખસૌભાગ્ય પુત્રપૌત્રાદિ સુસ્થિર શ્રી પ્રાપ્તયે કરક ચતુર્થી વ્રતમહં કરિષ્યે.”
“મમ સુખસૌભાગ્ય પુત્રપૌત્રાદિ સુસ્થિર શ્રી પ્રાપ્તયે કરક ચતુર્થી વ્રતમહં કરિષ્યે.”

કારતક કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 31 ઓક્ટોબર, મંગળવારના રોજ રાત્રે 9:30 વાગ્યાથી શરૂ થશે અને 1 નવેમ્બરના રોજ રાત્રે 9:19 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, ઉદય તિથિ અનુસાર 1 નવેમ્બર, બુધવારે કરવા ચોથરાનું વ્રત રાખવામાં આવશે.

કરવા ચોથના ઉપવાસનો સમય – સવારે 06:36 – સાંજે 08:26

કરવા ચોથ પૂજા મુહૂર્ત – 05.44 સાંજે – 07.02 સાંજે (1 નવેમ્બર 2023)

ચંદ્રોદય સમય – 08:26 રાત્રે (1 નવેમ્બર 2023)

8

  • પૂજા કર્યાં બાદની વિધિ અને મંત્ર :

પૂજા કર્યા પછી બ્રાહ્મણ અથવા કોઈ લાયક સ્ત્રીને દાન તરીકે કરવા (ઘડો) આપવું જોઈએ. કરવા અથવા કરકને પાણી અથવા દૂધથી ભરીને તેમાં સિક્કા મૂકવા જોઈએ. કરવા બ્રાહ્મણ અથવા સુહાગન સ્ત્રીઓને દાન કરવા જોઈએ. કરવા દાન કરતી વખતે જે મંત્રનો જાપ કરવો જોઈએ

करकं क्षीरसम्पूर्णा तोयपूर्णमथापि वा। ददामि रत्नसंयुक्तं चिरञ्जीवतु मे पतिः ॥

  • કરવા ચોથ 2023 પર એક મહાન સંયોગ બની રહ્યો છે

પંચાંગ અનુસાર આ વર્ષે કરવા ચોથના દિવસે 100 વર્ષ બાદ મહા સંયોગ બની રહ્યો છે. વાસ્તવમાં, 100 વર્ષ પછી મંગળ અને બુધ એકસાથે હાજર થશે, જેના કારણે બુધ આદિત્ય યોગ બની રહ્યો છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એટલું જ નહીં, શિવયોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ કરાવવા ચોથના દિવસે રચાઈ રહ્યા છે. આ યોગ સવારે 7:34 થી 9:13 સુધી રહેશે.

5 COMMENTS

Comments are closed.