Power Play 1465 | અપમાનની લડાઈ | VR LIVE

0
212
Power Play 1465
Power Play 1465

Power Play 1465  :  સંસદમાં ગઈ કાલે ફરી પાછો હોબાળો થયો હતો. તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્ય કલ્યાણ બૅનરજીએ ગૃહની બહાર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરીને તેમનું અપમાન કર્યું હતું. કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધી પણ એ દરમ્યાન મિમિક્રીનો વિડિયો બનાવી રહ્યા હતા. હવે આ ઘટના પર જગદીપ ધનખડે દુ:ખ વ્યક્ત કર્યું છે. જગદીપ ધનખડે ગૃહને સ્થગિત કરતાં કહ્યું કે લોકોના મનમાં આ સંસ્થા વિરુદ્ધ કેવા પ્રકારની પ્રતિક્રિયા છે એનો તમને અંદાજ નથી અને આજે આપણને એનું સૌથી નીચું સ્તર જોવાની તક મળી.

 Power Play 1465 : તેમણે કૉન્ગ્રેસના સંસદસભ્ય પી. ચિદમ્બરમને કહ્યું કે ‘તમે તો વરિષ્ઠ સભ્ય છો. તમે વિચારો કે મારા દિલ પર શું વીતી હશે. સંસદના એક વરિષ્ઠ સભ્ય બીજા સભ્યની વિડિયોગ્રાફી કરે છે, કેમ? હું તમને જણાવું છું કે મને ખૂબ દુ:ખ થયું છે. આ માત્ર એક ખેડૂત અને સમુદાયનું અપમાન નથી, રાજ્યસભાના સભાપતિના પદનું અપમાન છે.’ જગદીપ ધનખડે કૉન્ગ્રેસ પર નિશાન તાકતાં ચિદમ્બરમને કહ્યું કે તમારી પાર્ટીએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો મૂક્યો હતો જે પછીથી હટાવી દેવાયો. આ શરમજનક છે.

Power Play 1465 : સંસદ સંકુલમાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રીનો મામલો હવે રાજકીય વેગ પકડતો જોવા મળી રહ્યો છે. PM મોદીએ પણ આ મામલે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ઉપરાષ્ટ્રપતિ ધનખડ સાથે પણ ફોન પર વાત કરી છે. હવે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ આ મામલે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. તમને જણાવી દઈએ કે, કલ્યાણ બેનર્જીએ ઉપરાષ્ટ્રપતિ ધનખડની નકલ કરી હતી. કલ્યાણ બેનર્જીએ કહ્યું કે હું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું ઘણું સન્માન કરું છું. મારો તેને દુઃખ પહોંચાડવાનો કોઈ ઈરાદો નહોતો. જ્યાં સુધી મિમિક્રીનો સંબંધ છે, તે એક કળા છે – Power Play  

સમગ્ર ઘટના મામલે vrlive નો પ્રાઈમ ટાઇમ કાર્યક્રમ  – Power Play 1465 | અપમાનની લડાઈ | VR LIVE

કાર્યક્રમ-  Power Play 1465 | અપમાનની લડાઈ | VR LIVE

વિષય-અપમાનની લડાઈ 

અધ્યક્ષના મિમિક્રી બાબતે રાજકારણ ગરમાયું

વિપક્ષ પર ઉપરાષ્ટ્રપતિના અપમાનનો આરોપ

અસંખ્ય વખત થયું છે મારું અપમાન : પીએમ મોદી

કોંગ્રેસના નેતાઓ સહિત હતા ઉપસ્થિત

દુઃખ પહોંચાડવાનો મારો ઈરાદો ન હતો:બેનર્જી

હું પદનું અપમાન સહન કરી શકીશ નહિ : જગદીપ ધનખડ

ભાજપના નેતાઓએ કરી ટીકા

ટીએમસી સાંસદે કહ્યું તેમણે પોતાના પર લીધું

અસંખ્ય વખત થયું છે મારું અપમાન : પીએમ મોદી

સદન બહાર વિપક્ષ કરી રહ્યા છે વિરોધ

તમે આ પણ વાંચી શકો છો

SANSAD : मिमिक्री विवाद पर 1 बार बोले राहुल गांधी