Ahmedabad Airport: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા મોટી શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. પેસેન્જરોને ગેરકાયદેસર દાણચોરી એટલે કે સ્મગલિંગમાં મદદરૂપ થવાના આરોપસર કુલ ચાર કસ્ટમ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Ahmedabad Airport: ૨ સુપ્રિટેન્ડેન્ટ અને ૨ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી

સસ્પેન્ડ કરાયેલા ચાર અધિકારીઓમાં બે સુપ્રિટેન્ડેન્ટ અને બે ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. પ્રાથમિક વિગતો અનુસાર, આ અધિકારીઓ પેસેન્જરોને દાણચોરી કરવામાં મદદરૂપ બનતા હોવાના આક્ષેપો સામે આવ્યા બાદ કસ્ટમ વિભાગે કાર્યવાહી કરી છે.
આ મામલે વિભાગે ચારેય અધિકારીઓ સામે કડક પગલું ભરીને તેમને ફરજ પરથી સસ્પેન્ડ કર્યા છે.
Ahmedabad Airport: વિભાગીય તપાસ શરૂ
સમગ્ર મામલે કસ્ટમ વિભાગ દ્વારા આંતરિક વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. દાણચોરીની આ કામગીરીમાં અન્ય કોઈ અધિકારી અથવા વ્યક્તિની સંડોવણી છે કે કેમ, તેમજ પેસેન્જરોને કઈ રીતે મદદ કરવામાં આવતી હતી તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ એરપોર્ટના ઇતિહાસમાં એક સાથે ચાર કસ્ટમ અધિકારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હોય તેવી આ મહત્વપૂર્ણ કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.

એરપોર્ટ પર દેખરેખ વધુ કડક
ઘટના બાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા સર્વેલન્સ અને પેસેન્જરોના સામાનનું ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે. દાણચોરી અટકાવવા માટે દેખરેખ વ્યવસ્થાને પણ વધુ મજબૂત કરવામાં આવી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: LPG સિલિન્ડર બુકિંગને લઈને નિયમો હળવા: હવે ૨૫ દિવસમાં ફરી બુકિંગ શક્ય

