Power Play 1351 | લોકસભા ઇલેક્શન 2024 – એનડીએ વર્સીસ ઇન્ડિયા- મણિપુર

0
68
એનડીએ વર્સીસ ઇન્ડિયા
એનડીએ વર્સીસ ઇન્ડિયા

ફરી એક વખત સંસદ ની કાર્યવાહી મોકુફ રાખવી પડી હતી. મણિપુર મુદ્દે શાસક જુથ NDA અને વિપક્ષી જુથ “INDIA” ના સભ્યો વચ્ચે આ પહેલાં મણિપુરની ઘટનાઓ અંગે અસામાન્ય જીભોજોડી થઈ ગઈ હતી. મણિપુરમાં મહિલાઓ પ્રત્યે કરાયેલી ગેરવર્તણુક અંગે વિષયો શાસક પક્ષ ઉપર તુટી પડયા હતા અને ૨૭ વિપક્ષોના જુથે રાજ્યસભાની પણ કાર્યવાહી મોકુફ રાખવા નોટીસ પાઠવી હતી. જે સામે શાસક પક્ષ NDA ના ૧૧ સાંસદોએ રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ, તેલંગાણા અને કેરલમાં પણ મહિલાઓ પ્રત્યે થયેલી ગેરવર્તણુંકનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે તે રાજ્યો તો વિપક્ષો દ્વારા શાસિત છે. તેમાં મહિલાઓ પ્રત્યે થયેલી ગેરવર્તણુકો માટે કોણ જવાબદાર છે ? (વિપક્ષો). આ સાથે સરકારે મણિપુર મુદ્દે ચર્ચા કરવાની પણ તૈયારી દર્શાવી હતી.

બીજી તરફ વિપક્ષોએ સંસદીય કાર્યવાહી અંગેનો નિયમ ૨૬૭ ઘડતા, મણિપુર ઘટનાઓ સંબંધે ચર્ચા કરવાની માગણી કરતા અન્ય તમામ કાર્યવાહી મોકુફ રાખવા અનુરોધ કર્યો હતો. આ સામે એનડીએના સભ્યોએ નિયમ ૧૭૬ ટાંકી. ટુંકા સમયની ચર્ચાની તૈયારી દર્શાવી હતી.

આમ છતા વિપક્ષો મણિપુર ઘટના અંગે, વડાપ્રધાન દ્વારા નિવેદન કરાવવાની માંગણી અંગે મક્કમ રહ્યા હતા. ત્યારે એનડીએ સભ્યોએ કહ્યું હતું કે નિયમાનુસાર ગૃહમંત્રી અમિત શાહ આ ચર્ચાનો જવાબ આપશે. તેમ છતાં વિપક્ષો શાંત રહ્યા નહીં તેઓએ (INDIA ના સભ્યોએ) મણિપુર અંગે યોગ્ય માગતા પ્લેકાર્ડઝ દર્શાવ્યા હતા.

રાજય સભામાં સલામતી જગદીપ ધનખારે કહ્યું હતું કે મેં ૨૦મી જુલાઈએ જ ગૃહમાં ટૂંક સમયની ચર્ચા માટેની નોટીસ સ્વીકારી હતી અને સરકાર પણ તે માટે સહમત થઈ હતી. તેમ છતાં વિપક્ષોએ હોબાળો ચાલુ રાખતા હાલના સભાપતિએ કાર્યવાહી મોકુફ રાખી હતી. લોકસભા તો બે વાગ્યા સુધી મોકુફ રહી જ હતી. રીસેસ પછી બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે મોકુફ રહી હતી.