Home Power Play - Program Power Play 1335 | ઓમ ધબાય નમઃ , રૂપિયા કમાય નમઃ |...

Power Play 1335 | ઓમ ધબાય નમઃ , રૂપિયા કમાય નમઃ | VR LIVE

0
429

ઓમ ધબાય નમઃ , રૂપિયા કમાય નમઃ
પ્રીમોનસુન પ્લાનના દાવાઓ પોકળ સાબિત કરતા મેઘરાજા . મેગા સીટી અમદાવાદ સહિત નાના મોટા શહેરમાં રોડ બિસ્માર , ભુવા પડવાની ઘટનાઓ અને પ્રજાએ ભરેલા ટેક્ષના કરોડો રૂપિયા પાણીમાં , જનતા બેહાલ કોણ જવાબદાર , તંત્રના પાપે પ્રજા પરેશાન થઇ રહી છે ત્યારે ચોમાસામાં આ સમસ્યાનો કાયમી ઉકેલ શું ? Power Play 1335 | ઓમ ધબાય નમઃ , રૂપિયા કમાય નમઃ | VR LIVE

અમદાવાદમાં તાજેતરમાં મેઘરાજાએ વરસવાની શરુ આત કરી જેને લઈને અમદાવાદના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા અને પ્રી મોન્સુનની કામગીરીના ધજાગરા મેઘરાજાએ ઉડાડ્યા છે. છેલ્લા ઘણા સમયથી શહેરીજનો વરસાદની રાહ જોઇને બેઠા હતા ત્યારે મોડી સાંજે ધમાકેદાર બેટિંગ મેઘરાજાએ શરુ કરી હતી. પશ્ચિમ અમદાવાદના તમામ વિસ્તારો એસ. જી હાઇવે , બોડકદેવ, આનંદ નગર, ગોતા,સીન્ધુભવન રોડ, વસ્ત્રાપુર , નહેરુનગર, જીવરાજપાર્ક, સરખેજ સહિત જુહાપુરામાં રોડ પર વરસાદી પાણીની નદીઓ વહેતી થઇ છે. સમી સાંજે ભારે વરસાદ ખાબકતા શહેરીજનો નોકરીથી છૂટીને ઘરે જતા સમયે અટવાયા હતા. ક્યાંક ભુવા પડવાની ઘટનાઓ સામે આવી છે. કોર્પોરેશનની મોનસુન કામગીરી પર હાલ નાગરિકો સવાલો કરી રહ્યા છે. કેટલાક નાગરિકોએ કહ્યું કે આતો રોજ નું થયું .. એટલેકે કોર્પોરેશન દર વર્ષે ભલે દાવાઓ કરતી હોય પરંતુ કરોડો રૂપિયા પ્રજાના ટેક્ષના વસુલે છે તે મેઘરાજાએ એકજ ધમાકેદાર બેટિંગમાં પોકળ સાબિત કરીને જાડી ચામડીના અધિકારીઓ અને નેતાઓને ખુલ્લા પાડી દીધા છે. અમદાવાદમાં વરસાદને લઈને નાગરિકો હાલ પરેશાન જોવા મળી રહ્યા છે કારણકે તંત્રના પાપે કરોડો રૂપિયાની કામગીરી પાણી માં વહેતી જોવા મળી રહી છે.

સ્માર્ટસિટી અમદાવાદમાં કરોડો રૂપિયાની પ્રિ મોનસુન કામગીરી કરવા છતાં પણ વરસાદમાં રોડ રસ્તા નું ધોવાણ થયું.છેલ્લા ચાર ચાર વર્ષોથી થલતેજ ગામના લોકો મેટ્રોની કામગીરી લઈને ત્રાહિમામ  પોકારી ઊઠ્યા છે તેનું કારણ છે કે થલતેજમાં મેટ્રો સ્ટેશન ની કામગીરી દરમિયાન તેમજ હાલમાં મેટ્રોના પીલરો નું કામ ચાલી રહ્યું છે ત્યારે ચોમાસામાં અહીં નર્કગાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિક લોકો છેલ્લા ચાર ચાર વર્ષોથી મેટ્રોની કામગીરીને કારણે રોડ બંધ થવાના કારણે ધંધા રોજગાર પડી  ભાંગ્યા છે ત્યારે હવે બેરીકેટ કરીને રોડ ખુલ્લો મુકાયો છે ત્યારે તેમાં પણ કાચા રોડના કારણે લોકોની હાલત બત્તર બની ગઈ છે .ત્યારે ગંદકીના ઢગ ઠેર ઠેર જોવા મળે છે..થલતેજ ગામના રસ્તે જોવા મળે છે તેમજ વરસાદી પાણી ભરાવાના કારણે અહીં મચ્છરોનો ઉપદ્રવ થયો છે ત્યારે અહીંના સ્થાનિક લોકો અને વેપારીઓ તંત્રની કામગીરીથી થાકી ગયા છે. અહીં કોન્ક્રીટ ના  કાચો રોડ નાખવાથી એક ફૂટ રોડ ઊંચો કરી દેવાયો છે.ત્યારે રોડની બંને તરફ પાણી ભરવાના કારણે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે