નેતન્યાહૂ (Netanyahu) સાથે PM મોદીની ટેલીફોનીક વાતચીત : ભારત ઇઝરાયેલ સાથે મજબૂતીથી ઊભું છે

2
93
Benjamin Netanyahu
Benjamin Netanyahu

Israeli PM Netanyahu  : હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Netanyahu)એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી છે. વડાપ્રધાન મોદીએ X (ટ્વીટર) પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે, તેમણે કહ્યું છે કે, નેતન્યાહૂ (Netanyahu)એ વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત દરેક સ્વરૂપે આતંકવાદની નિંદા કરે છે. ભારત આ સમયે ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઊભું છે.

વડાપ્રધાન મોદીએ પોસ્ટમાં કહ્યું , “હું વડાપ્રધાન નેતન્યાહૂનો તેમના ફોન કૉલ અને વર્તમાન પરિસ્થિતિ અંગે અપડેટ્સ આપવા બદલ આભાર માનું છું. ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઇઝરાયલની સાથે મજબૂત રીતે ઉભા છે. ભારત આતંકવાદની તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની કડક અને સ્પષ્ટ નિંદા કરે છે.”

અગાઉ, ઇઝરાયેલના ભૂતપૂર્વ વડા પ્રધાન અને વર્તમાન વિરોધ પક્ષના નેતા યાયર લેપિડે તેમના દેશ પ્રત્યે સમર્થન દર્શાવવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો.

એક ભારીતીય ચેનલ સાથેની એક મુલાકાતમાં, જ્યારે યાયર લેપિડને પૂછવામાં આવ્યું કે હમાસના આ હુમલાઓનો ઇઝરાયેલ કેવી રીતે જવાબ આપશે, ત્યારે તેમણે કહ્યું, “સૌથી મહત્વની બાબત એ છે કે હમાસને વધતા અટકાવીએ અને તે ધ્યાન આપીએ જે હમાસને મહિલાઓ, બાળકો અને વૃદ્ધોના નરસંહાર કરવાનો મોકો ના મળે.

વડા પ્રધાન (બેન્જામિન નેતન્યાહુ) એ કહ્યું છે કે, “આ ખૂબ મુશ્કેલ હશે અને આપણે ધીરજ રાખવી પડશે.” તેમણે કહ્યું, “હું ઇઝરાયેલ પ્રત્યે સમર્થન દર્શાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.”

3

પ્રધાનમંત્રી મોદીએ હમાસ હુમલા બાદ ઇઝરાયેલના આ ખરાબ સમયમાં તેમની સાથે એકજુટતા વ્યક્ત કરી હતી, 7 ઓક્ટોબરના રોજ પોસ્ટ કરીને તેમણે ઈઝરાયેલ માટે સંવેદનશીલતા વ્યક્ત કરતી પોસ્ટ કરી હતી.

દેશ, દુનિયા અને અન્ય સમાચાર માટે – ક્લિક કરો અહી –

ગાઝા પર ‘મોતનો વરસાદ’, જાણો કેવી રીતે ફોસ્ફરસ બોમ્બ ઓક્સિજન સાથે ભળી સર્જે છે વિનાશ

જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો દિવાળી બગડશે ! જાણો ઈઝરાઈલ -હમાસની અસર

ઈઝરાયેલ સૈન્યમાં સામેલ 2 ગુજરાતી દીકરીઓ હમાસ આતંકવાદીઓને આપી રહી છે મુહ તોડ જવાબ

હમાસ (Hamas) શું છે? સશસ્ત્ર પેલેસ્ટિનિયન જૂથ માટે એક સરળ સમજુતી

જાણો હથિયારોના મામલે ઇઝરાઇલના મુકાબલે હમાસ કેટલું તાકાતવર

ફક્ત ઈઝરાયેલ જ નહીં, દુનિયામાં ચાલી રહ્યા છે અનેક યુદ્ધ (war); કેટલા દેશો, કેટલા યુદ્ધો…

Cricket World Cup 2023 : આખરે કેમ ક્રિકેટ વૈશ્વિક બની શકી નથી ?

2 COMMENTS

Comments are closed.