PM Modi resignation : વડાપ્રધાન મોદીએ આપ્યું રાજીનામું, આગામી નવી સરકાર રચાય ત્યાં સુધી બન્યા રહશે કાર્યકારી વડાપ્રધાન  

0
160
PM Modi resignation
PM Modi resignation

PM Modi resignation : લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે, કોઈ પણ પક્ષને પૂર્ણ બહુમતી મળી નથી,નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી NDA ગઠબંધન સાથે સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સુપરત કર્યું. રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીનું રાજીનામું સ્વીકારી લીધું છે.

PM Modi resignation

PM Modi resignation :  વડાપ્રધાન મોદી હવે કાર્યકારી વડા પ્રધાન તરીકે આગામી નવા વડાપ્રધાન ચૂંટાય ત્યાં સુધી કાર્ય કરશે.   પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચેની મુલાકાતની તસવીરો પણ સામે આવી છે, જેમાં તેઓ રાજીનામું આપતા જોવા મળી રહ્યા છે. PM મોદીએ દિલ્હીમાં NDAની બેઠક પહેલા રાષ્ટ્રપતિ મુર્મુને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

PM Modi resignation

PM Modi resignation :  8 જુને લઇ શકે છે શપથ

PM Modi resignation : રાજીનામું સોંપતા પહેલા કેન્દ્રીય કેબીનેટની બેઠક મળી હતી, બેઠકમાં 17મી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ પછી મોદી રાષ્ટ્રપતિ ભવન ગયા અને રાજીનામું સુપરત કર્યું. મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. એનડીએના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી છે. જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે 7 જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએના તમામ સાંસદોની બેઠક થશે.

PM Modi resignation

PM Modi resignation :  તમને જણાવી દઈએ કે ચંદ્રાબાબુની ટીડીપી 15 બેઠકો સાથે એનડીએમાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે અને નીતિશની જેડીયુ 12 બેઠકો સાથે એનડીએમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. આ સમયે ભાજપ માટે બંને પક્ષો જરૂરી છે. તેમના વિના ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો