PM MODI : વડાપ્રધાન મોદીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, 4 દિવસમાં 7 રાજ્યોમાં PM મોદીની આજથી જંગી રેલીઓ-રોડ શો

0
73
PM MODI
PM MODI

PM MODI : વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રચારમાં લાગી ગયા છે, સતત ચાર દિવસ વડાપ્રધાન મોદી પ્રચારમાં વ્યસ્ત છે.  ચાર દિવસમાં પીએમ મોદી છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં પ્રચાર કરશે. સૌથી પહેલા સોમવારે એટલે કે આજે PM મોદી છત્તીસગઢના બસ્તર જિલ્લાના ભાનપુરીના અમાબલમાં રેલીને સંબોધિત કરશે.

PM MODI

PM MODI : વડાપ્રધાન મોદી આજે બસ્તરમાં ચૂંટણી રેલીનો સંબોધીત કરશે. સભાની સુરક્ષા માટે વહીવટીતંત્રે તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે. બસ્તર લોકસભામાં પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થવા જઇ રહ્યું છે. ભાજપ માટે બસ્તર લોકસભા સીટ ખુબજ મહત્વની ગણવામાં આવી રહી છે, કારણ કે 2019ની ચૂંટણીમાં આ સીટ પર ભાજપની હાર થઈ હતી.

PM MODI

PM MODI : pm ના પ્રવાસને લઈને લોખંડી બંદોબસ્ત

ચાર દિવસ પહેલા બીજાપુરમાં સૌથી મોટા નક્સલવાદી એન્કાઉન્ટરમાં જવાનોએ 13 નક્સલીઓને ઠાર કર્યા હતા. જવાનોનું મનોબળ વધારવા માટે વડાપ્રધાન નક્સલ વિરોધી અભિયાન સામે સંદેશ પણ આપશે. પીએમ મોદી જ્યાં ભાષણ આપશે તેના પાંચ કિલોમીટરના દાયરામાં સૈનિકોને તૈનાત કરવામાં આવશે. આ સિવાય ડ્રોન દ્વારા પણ સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવશે. વડાપ્રધાનની બસ્તરની મુલાકાત અને તેમના રોકાણને ધ્યાનમાં રાખીને સેંકડો અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

PM MODI

PM MODI : મહારાષ્ટ્ર રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે પાર્ટીના પ્રચારને વેગ આપવા વડાપ્રધાન મોદી 8 એપ્રિલે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક રેલીને સંબોધશે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ચંદ્રપુર અને રામટેકમાં 19 એપ્રિલે મતદાન થવાનું છે. મહારાષ્ટ્રમાં 48 લોકસભા બેઠકો છે, જે ઉત્તર પ્રદેશ પછી બીજી સૌથી મોટી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં, ભાજપે અવિભાજિત શિવસેના સાથે ગઠબંધનમાં ચૂંટણી લડેલી 25માંથી 23 બેઠકો જીતી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.