CSK vs KKR : આજે જોવા મળશે દમદાર મેચ, ચેન્નઈ માટે જીતવું જરૂરી  

0
90
CSK vs KKR
CSK vs KKR

CSK vs KKR : IPL 2024ની 22મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આજની મેચ એમએ ચિદમ્બરમ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. CSKએ ટુર્નામેન્ટની શરૂઆત શાનદાર જીત સાથે કરી હતી, પરંતુ છેલ્લી બંને મેચમાં કારમી હાર મળી હતી. જ્યારે બીજી તરફ KKRની ટીમ  આ સીઝનમાં સારુ પરફોર્મ કરી રહી છે.

CSK vs KKR : શિવમે દુબે ચેન્નઈનો સુપરસ્ટાર

CSK vs KKR

CSK vs KKR : વર્તમાન ટુર્નામેન્ટમાં સુપર કિંગ્સનો સૌથી સફળ બેટ્સમેન શિવમ દુબે છે જેણે 160.86ના સ્ટ્રાઈક રેટથી 148 રન બનાવ્યા છે. આ સિવાય યુવા સમીર રિઝવી ટીમમાં વાપસી કરે છે કે નહીં તે જોવું રહ્યું. 20 વર્ષીય યુવા બેટ્સમેને ગુજરાત ટાઇટન્સ સામેની તેની પ્રથમ મેચમાં છ બોલમાં 14 રન બનાવ્યા હતા, પરંતુ દિલ્હી કેપિટલ્સ સામે ખાતું ખોલવામાં નિષ્ફળ જતાં તેને સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાન અને પથિરાના ટીમની છેલ્લી મેચમાં વિવિધ કારણોસર રમ્યા નહોતા, જેના કારણે સુપર કિંગ્સના બોલિંગ વિભાગની નબળાઈઓ સામે આવી હતી. જો તે નાઈટ રાઈડર્સ સામેની મેચમાંથી બહાર રહે છે તો સુપર કિંગ્સ માટે તેની ભરપાઈ કરવી મુશ્કેલ થઈ જશે.

CSK vs KKR : KKR માટે નારાયણ સાથે ઇનિંગની શરૂઆત કરવી ફાયદાકારક

CSK vs KKR

CSK vs KKR : સુનીલ નારાયણને ઇનિંગ્સની ઓપનિંગ કરવી KKR માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ રહી છે. સુપર કિંગ્સના બોલરો માટે વર્તમાન સિઝનમાં KKRના સૌથી સફળ બેટ્સમેન નારાયણને વહેલા પેવેલિયનમાં મોકલવો મોટો પડકાર હશે. ફિલ સોલ્ટે પણ ઇનિંગ્સની શરૂઆત કરતાં નારાયણને સારો સાથ આપ્યો હતો. મધ્યમ ક્રમમાં, સુકાની શ્રેયસ ઐયર અને રમનદીપ સિંહે વધુ તાકાત બતાવવાની જરૂર પડશે જ્યારે આન્દ્રે રસેલ અને રિંકુ સિંહ અત્યાર સુધી સારી રીતે લોકોને પ્રભાવિત કરી શક્યા છે.

 CSK vs KKR : શું કહે છે પીચ રીપોર્ટ

CSK vs KKR


CSK vs KKR : એમએ ચિદમ્બરમ ક્રિકેટ સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે ધીમી હોય છે. જો કે આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી બંને મેચોમાં પીચ બેટિંગ માટે એકદમ યોગ્ય રહી છે. આ મેદાન પર ચેન્નાઈએ RCB સામે 174 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. જ્યારે ગુજરાત વિરૂદ્ધ CSKએ 206 રન બનાવ્યા હતા.

CSK vs KKR : મેદાનનું અંક ગણિત

CSK vs KKR : એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આઈપીએલની કુલ 78 મેચો રમાઇ ચુકી છે. જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમે 47 મેચમાં જીત મેળવી છે. તેમજ લક્ષ્યનો પીછો કરતી ટીમે 31 મેચમાં જીત મેળવી છે. એટલે કે આ મેદાન પર ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.