Chaitra navratri :   આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, માં અંબાના દર્શનના સમયમાં કરાયો ફેરફાર  

0
658
Chaitra navratri
Chaitra navratri

Chaitra navratri :  9 એપ્રિલ એટલે કે આવતીકાલ મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું પણ મહત્વ હોવાથી લોકો શક્તિપીઠ અને મંદિરોમાં દર્શન માટે જતા હોય છે. તેમજ નવ દિવસ ઉપવાસ રાખી માતાજીની આરાધના કરતા હોય છે. ત્યારે આ ચૈત્રી નવરાત્રીને લઈ યાત્રાધામ અંબાજી ખાતે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

Chaitra navratri :  યાત્રાધામ અંબાજી ખાતે આસો અને ચૈત્રી નવરાત્રીમાં અંબાજી માતાના દર્શનનો વિશેષ મહિમા છે. ત્યારે દર્શનાર્થે આવતા ભક્તોને અગવડ ના પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Chaitra navratri :  આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી ખાતે હજારો ભક્તો માતાજીનાં દર્શને આવતા હોવાથી શ્રદ્ધાળુઓ માટે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૈત્ર સુદ આઠમને 16 એપ્રિલે સવારે 6 વાગ્યે અને ચૈત્ર સુદ પૂનમને 23 એપ્રિલે પણ સવારે 6 કલાકે માતાજીની આરતી કરાશે. નવરાત્રી દરમિયાન 9 એપ્રિલને મંગળવારથી 16 એપ્રિલ મંગળવાર સુધી આ મુજબનો સમય રહેશે.

Chaitra navratri :  સમયમાં થયેલો ફેરફાર

  • આરતી સવારે – 7થી 7.30 વાગ્યા સુધી
  • દર્શન સવારે – 7.30થી 11.30 વાગ્યા સુધી
  • રાજભોગ બપોરે 12 વાગ્યે
  • દર્શન બપોરે 12.30થી 4.30 વાગ્યા સુધી
  • આરતી સાંજે 7થી 7.30 વાગ્યા સુધી
  • દર્શન સાંજે 7.30થી 9 વાગ્યા સુધી

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો