Pitru Paksha 2024 : શ્રાદ્ધ ન કરવાથી પિતૃઓ નારાજ  થાય છે અને પાપકર્મ જાગે છે, જાણો શું કહે છે જાણીતા જ્યોતિષી ચેતન પટેલે !

0
241
Pitru Paksha 2024
Pitru Paksha 2024

Pitru Paksha 2024 :  હિંદુ ધર્મમાં પિતૃ પક્ષ જેને  શ્રાદ્ધ પક્ષ કે શ્રાદ્ધ મહાલય કહેવામાં  આવે છે  આ પર્વને પિતૃઓના આત્માની તૃપ્તિ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે, આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે  સ્વયં યમરાજે આત્માંને શ્રાદ્ધ પક્ષમાં પૃથ્વી પર પોતાના વંશજોને ત્યાં જવાની છૂટ આપી છે, જેથી પિતૃ લોકથી આત્મા તૃપ્ત થવાની આશા સાથે પોતાને નિવાસે શ્રાદ્ધ પક્ષમાં આવે છે, જે લોકો  શ્રાદ્ધ નથી કરાતા તેમના પિતૃઓ  નારાજ થઈને પાછા જાય છે, જેથી તેનું પાપ જાગૃત થાય છે, જેથી જીવનમાં સમસ્યા, મુશ્કેલી અને  આપત્તિ  આવે છે.  

Pitru Paksha 2024

પુરાણોમાં શ્રાદ્ધ કર્મને સૌથી મોટું પુણ્ય કાર્ય  કહ્યું છે, જે મનુષ્ય પોતાના પિતૃઓ તૃપ્ત થાય તેવી ભાવનાથી પિતૃ શ્રાદ્ધ કરે છે તેના પાપો નાશ પામે છે તેનું પુણ્ય જાગે છે, તેને પિતૃ દેવોના આશિર્વાદ મળે છે , પૂર્વજો રાજી થતા દેવી દેવતા પણ રાજી થઈ જાય છે જેનાથી સુખ શાંતિ સંતતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે,  

Pitru Paksha 2024 : v પ્રાચીન સમયથી ભારતમાં પિતૃ પક્ષના આ 16 દિવસોમાં  સદગત પિતૃની તિથિ પ્રમાણે શ્રાધ્ધ  કરવામાં આવે છે, પિતૃ પક્ષમાં વંશજો તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડદાન, તર્પણ જેવી શ્રાદ્ધ વિધિ કરતા હોય છે, શ્રાદ્ધ દરમ્યાન આનંદથી શ્રાદ્ધનું ભોજન બનાવી પિતૃઓને થાળ અર્પણ કરવામાં આવે છે, કાગડા, ગાય, અને  શ્વાનને  ભોજન અપાય છે,  તેમજ બ્રાહ્મણ અને ગરીબોને પણ ભોજન કે દાન આપી  કુટુંબના સભ્યો આનંદથી પ્રસાદ લેતા હોય છે, જેનાથી પિતૃ દેવો તૃપ્ત થાય છે.  

Pitru Paksha 2024

બીજી તરફ જો કોઈને  કુંડળીમાં પિતૃ દોષ હોય કે કોઈ અન્ય કારણે પિતૃદોષ ઊભો થયો હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષનો આ સમય શ્રેષ્ઠ છે. હિંદુ પંચાંગ અનુસાર શ્રાધ્ધ પક્ષ એટલે કે પિતૃ પક્ષ ભાદરવા સુદ પુનમથી શરૂ થઇને ભાદરવા વદ અમાસે પૂરો થાય છે.

આ વખતે પિતૃ પક્ષ (શ્રાદ્ધ પક્ષ) 17 સપ્ટેમ્બર 2024થી શરૂ થઈ રહ્યો છે. શ્રાધ્ધ 16 દિવસ પછી 2 ઓક્ટોબર 2024ના રોજ સમાપ્ત થશે. પિતૃ પક્ષ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને અમાસના દિવસે પુર્ણ થાય છે. આને સર્વ પિતૃ અમાવસ્યા કહે છે. જે પૂર્વજોની મૃત્યુ તારીખ આપણે જાણતા નથી છે, તે પૂર્વજો માટે અમાસના દિવસે શ્રાધ્ધ કરવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે શ્રાધ્ધ પક્ષમાં પિતૃ દેવોને તૃપ્ત કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે  સદગત પિતૃ દેવોના આશીર્વાદથી સંતતિ સમૃદ્ધિ સુખ અને શાંતિ મળે છે.

  • 17  સપ્ટેમ્બર    મંગળવાર   પૂર્ણિમા શ્રાદ્ધ
  • 18 સપ્ટેમ્બર        બુધવાર       પ્રતિપદા એકમનું  શ્રાદ્ધ
  • 19 સપ્ટેમ્બર         ગુરુવાર         દ્વિતિયા શ્રાદ્ધ
  • 20 સપ્ટેમ્બર          શુક્રવાર        તૃતીયા શ્રાદ્ધ
  • 21 સપ્ટેમ્બર          શનિવાર     મહા ભરણી ચતુર્થી શ્રાદ્ધ
  • 22  સપ્ટેમ્બર         રવિવાર       પંચમી શ્રાદ્ધ
  • 23 સપ્ટેમ્બર          સોમવાર        છઠ નું શ્રાદ્ધ
  • 24 સપ્ટેમ્બર          મંગળવાર   સપ્તમીનું શ્રાદ્ધ
  • 25 સપ્ટેમ્બર          બુધવાર        અષ્ટમીનું  શ્રાદ્ધ
  • 26 સપ્ટેમ્બર          ગુરુવાર        નવમીનું શ્રાદ્ધ
  • 27 સપ્ટેમ્બર          શુક્રવાર         દશમનું  શ્રાદ્ધ
  • 28 સપ્ટેમ્બર           શનિવાર       અગિયારસનું  શ્રાદ્ધ
  • 29 સપ્ટેમ્બર           રવિવાર         બારસનું શ્રાદ્ધ
  • 30 સપ્ટેમ્બર           સોમવાર         તેરસનું  શ્રાદ્ધ
  • 1  ઓક્ટોબર           મંગળવાર       ચૌદશનું શ્રાદ્ધ
  • 2 ઓક્ટોબર           બુધવાર           સર્વ પિતૃ અમાવસ્યા

Pitru Paksha 2024 :  :  શ્રાદ્ધ કોણ કોનું કરી શકે  તે પણ જાણવું જરૂરી છે

Pitru Paksha 2024

Pitru Paksha 2024 :  ધર્મ પ્રમાણે પિતા માટે શ્રાદ્ધ પિંડદાન અને જળ તર્પણ પુત્રએ કરવું જોઇએ પરંતુ  પુત્ર ન હોય તો પુત્રી  ,પત્ની, ભાઈ કે ભાઈના સંતાનો  પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે વિષ્ણુપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, મૃત વ્યક્તિના પુત્ર, પૌત્ર, ભાઈના સંતાનને પિંડદાન કરવાનો અધિકાર હોય છે તેમ જ તેમની  શ્રાદ્ધ કરવાની પણ ફરજ હોય છે

Pitru Paksha 2024 :  ગરૂડ પુરાણ  પ્રમાણે જેને  પુત્ર ન હોય તો પુત્રીઓ કરી શકે અને  તે પણ ના હોય તો ભાઈ-ભત્રીજા, માતાના કુળના લોકો એટલે મામા કે મામાનો દિકરો અથવા શિષ્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે. જો તેમાંથી કોઇ ન હોય તો કુળ સભ્યો  અથવા બ્રાહ્મણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે.

Pitru Paksha 2024

Pitru Paksha 2024 :  માર્કણ્ડેય પુરાણ અનુસાર જો કોઇ વ્યક્તિને સંતાનમાં  પુત્ર ન હોય તો તેની દીકરીનો પુત્ર પણ પિંડદાન કરી શકે છે. જો તે પણ ન હોય તો પત્ની  શ્રાદ્ધ-કર્મ કરી શકે છે. પત્ની પણ ન હોય તો કુળના કોઇ વ્યક્તિ દ્વારા પણ શ્રાદ્ધ કરી શકાય છે, માતા-પિતા કુંવારી કન્યાઓને પિંડદાન કરી શકે છે. પરણિતા દીકરીના પરિવારમાં કોઇ શ્રાદ્ધ કરનાર ન હોય તો પિતા તેનું પણ પિંડદાન કરી શકે છે.

દીકરીનો દીકરો અને નાના એકબીજાનું પિંડદાન કરી શકે છે. આ પ્રકારે જમાઈ અને સસરા પણ એકબીજાનું પિંડદાન કરી શકે છે. પુત્રવધૂ પણ પોતાની સાસુનું પિંડદાન કરી શકે છે.

જાણીતા જ્યોતિષી ચેતન પટેલ]

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો