ગુજરાતના હજયાત્રીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

0
140

હજ કમિટિ ઓફ ઈન્ડિયા દ્વારા  આ વર્ષે  1 લાખ 75 હજાર જેટલા હજયાત્રીઓને હજયાત્રા પર લઈ જવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાંથી ગુજરાથમાંથી પણ 10 હાજર જેટલા હજયાત્રીઓની પસંદગી કરવામાં આવી છે.જેમાંથી  ગુજરાતના હાજીઓ પાસેથી  અન્ય રાજ્યના હાજીઓ કરતા 68થી 70 હજાર રૂપિયા વધુ વસુલવામાં આવી રહ્યં છે. આ અંગે ગુજરાતના હજયાત્રીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.આ અંગે હાઈકોર્ટમાં મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે લઘુમતી બાબતોના મંત્રાલય, કેન્દ્રીય હજ સમિતિ અને ગુજરાત રાજ્ય હજ સમિતિને ગુજરાતના હાજીઓ પાસેથી વધુ પૈસા કેમ લેવામાં આવે છે તે અંગે ખુલાસો કરવા માટે નોટિસ જારી કરી છે.હાઈકોર્ટે પુછ્યું છે કે  એ પણ જણાવો કે આ વર્ષે હાજીઓને 2100 સાઉદી રિયાલ કેમ નથી આપવામાં આવી રહ્યા.ગુજરાત હાઈકોર્ટમાં આગામી સુનાવણી 2 જૂને થશે. હાજીઓ વતી એડવોકેટ તાહિર હકીમે તેમનો કેસ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.