HomeGujaratદેવભૂમિ દ્વારકામાં ABVPએ નોંધાવ્યો વિરોધ

દેવભૂમિ દ્વારકામાં ABVPએ નોંધાવ્યો વિરોધ

દિલ્હીમાં દિકરીઓ સુરક્ષિત નથી એ વાત ફરી એક વખત સાબિત થઇ છે, દિલ્હીમાં સાહિલ નામના યુવકે 16 વરસની  સાક્ષીની જાહેરમાં હત્યા કરી નાખી હતી, યુવકની બર્બરતા સીસીટીવીમાં કેદ થઇ છે,દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામા જોધપુર નાકા ચોક ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દિલ્હીમાં બનેલી ઘટનાને વખોડી સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ABVP દ્વારા આરોપીનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમા ચલાવવામાં આવે અને ફાંસીની સજા આપવામાં આવે એવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી હતી.આ ઘટનાનો વિરોધ કરી રહેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામ ખંભાળિયાના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments