સખતી વાવાઝોડાનો ખતરો – #pareshgoshwami #sakhati #vavajhodu #arbisamudra #lowpressure #weatherupdate ગુજરાત પર સંભવિત ‘સખતી’ વાવાઝોડાનો ખતરો
ગુજરાત પર આગામી દિવસોમાં સંભવિત વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી સખતી વાવાઝોડાનો ખતરો
અને તે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી સંભાવના છે. હાલ અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવા માટેના અનુકૂળ પરિબળો સક્રિય હોવાથી આ લો-પ્રેશર સિસ્ટમ આગળ જતાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે.
અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે: પરેશ ગોસ્વામી
શ્રીલંકા દ્વારા તેને ‘સખતી’ નામ
તો શ્રીલંકા દ્વારા તેને ‘સખતી’ નામ આપવામાં આવશે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે હાલ આ સિસ્ટમનો ટ્રેક બદલાઈ શકે છે અને તેની ગતિવિધિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી સંભાવના : પરેશ ગોસ્વામી
આ સંભવિત વાવાઝોડાના ખતરાને પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે : પરેશ ગોસ્વામી
આગામી સમયમાં આ વાવાઝોડાની ગતિ અને દિશા અંગે વધુ સ્પષ્ટતા થશે.
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
