Pani kaap in Ahmedabad : કાળઝાળ ગરમીમાં અમદાવાદના આ વિસ્તારોમાં આજે પાણીકાપ, તંત્રએ કરી આ ખાસ વ્યવસ્થા  

0
85
Pani kaap in Ahmedabad
Pani kaap in Ahmedabad

Pani kaap in Ahmedabad : કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદીઓને પાણીની તંગી વેઠવી પડશે. રાજ્યભરમાં  કાળઝાળ ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. શહેરમાં ગરમીનો પારો સતત ઉંચે જઇ રહ્યો છે, ત્યારે અમદવાદનીઓના માથે વધુ એક મોટી આફત આવી છે. ધોમધખતી ગરમીની વચ્ચે અમદાવાદમાં પાણી કાપ કરવામાં આવ્યો છે.

Pani kaap in Ahmedabad

Pani kaap in Ahmedabad :  અમદાવાદમાં ગરમીના ઉંચા પારાની વચ્ચે શહેરમાં હવે પાણી કાપથી લોકો પરેશાન થશે.  શહેરમાં કેટલાક વિસ્તારોમાં તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યુ છે, જેના કારણે આજે સાંજે પાણી કાપ રહેશે. આજે સાંજે અમદાવાદના કેટલાક વિસ્તારમાં પાણીકાપ રહેશે, તંત્ર દ્વારા ઓવરહેડ ટાંકીના સમારકામના આ પાણીકાપનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં ઘાટલોડિયા, ચાંદલોડિયા, રાણીપ, સેટેલાઈટ, જોધપુર વિસ્તારમાં આજે સાંજે પાણીકાપ રહેશે. શહેરના ચારથી પાંચ મોટા વિસ્તારોમાં પાણી કાપ રહેવાનો છે. 

Pani kaap in Ahmedabad

Pani kaap in Ahmedabad :  મનપા દ્વારા કરવામાં આવી અલાયદી વ્યવસ્થા

Pani kaap in Ahmedabad :  અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતા પ્રશાસન એક્શનમાં આવ્યું છે. હિટવેવ એકશન પ્લાન અંતર્ગત મહાનગપાલિકા સંચાલિત હોસ્પિટલો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં હિટ રીલેટેડ ઈલનેસના કેસ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. શહેર ટ્રાફિક પોલીસને ઓ.આર.એસ.ના પચાસ હજાર પેકેટ આપવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં આવેલા 280થી વધુ નાના-મોટા બગીચા રાત્રિના 11 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લા રાખવામાં આવશે. તમામ બગીચા ઉપરાંત એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.ના બસસ્ટોપ ઉપર પીવાના પાણીની અને ઓ.આર.એસ.ના પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

Pani kaap in Ahmedabad

Pani kaap in Ahmedabad :  આગામી સમયમાં શહેરમાં મહત્તમ પાણીની પરબ શરુ કરવામાં આવશે. શહેરના તમામ અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ઓ.આર.એસ.સેન્ટર શરુ કરવામાં આવ્યા છે. અતિશય ગરમીથી બચવા પ્રશાસને વધુ પ્રમાણમાં પાણી, છાશ જેવા પ્રવાહીનુ સેવન કરવા, લાંબો સમય તડકામાં ના રહેવા, હળવા સુતરાઉ કપડાં પહેરવા, ઠંડકવાળા સ્થળે સમયાંતરે આરામ કરવા તથા નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે.

Pani kaap in Ahmedabad :  નોંધનીય છે કે માર્ચ મહિનો પૂરો થયા તે પહેલા જ રાજ્યમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યના 10 શહેરોમાં 38 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના અનુસાર, આગામી બે દિવસ ગરમીનો પારો હજુ ઉપર જશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તો અંગ દઝાડતી ગરમી પડશે. તો બનાસકાંઠા અને આણંદ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો