Raj Shekhawat : રૂપાલા vs ક્ષત્રિય સમાજ વિવાદ જલ્દી ઠંડો પડે એમ નથી, ભાજપમાંથી કરનીસેનાના પ્રમુખ રાજ શેખાવતે આપ્યું રાજીનામું  

0
225
Raj Shekhawat
Raj Shekhawat

Raj Shekhawat : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. આથી ક્ષત્રિય સમાજમાં રોષનો જ્વાળામુખી ફાટ્યો છે. ગઈકાલે આ વિવાદને શાંત કરવા ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવાદને થાળે પાડવા રૂપાલાએ બે હાથ જોડી માફી માંગી હતી.

Raj Shekhawat

Raj Shekhawat :  જોકે, હજુ રાજપુત સમાજમાં અસંતોષ હોય તેમ ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે રૂપાલાના વિરોધમાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ જણાવ્યું હતું કે, સમાજ મારા માટે સર્વોપરી છે, આજે હું જે પણ છું એ સમાજના લીધે છું, સમાજ હીત એજ મારું હીત એટલે આજે હું ડો. રાજ શેખાવત તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપુ છું.

Raj Shekhawat

Raj Shekhawat :  રાજ શેખાવતે વીડિયોના માધ્યમથી જણાવ્યું કે, પરષોત્તમ રૂપાલાએ  ક્ષત્રિય સમાજની મહિલાઓ માટે અપમાનજનક નિવેદન કર્યું છે.તેના આવા નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ છે.  મેં સમાજ સેવા અને સનાતન ધર્મનો હિતના રક્ષણ માટે ભાજપમાં પ્રાથમિક સદસ્યતા લીધી હતી.  જો કે ભાજપના આવા વલણને જોતા જોતા મને લાગે છે કે,  મારે ભાજપમાંથી રાજીનામું આપી દેવું જોઈએ.

Raj Shekhawat

Raj Shekhawat :  શું છે સમગ્ર મામલો

Raj Shekhawat :  રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં તેઓ ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, તેમણે આગળ કહ્યું હતું.તેઓ આગળ કહે છે કે, “એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા” આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે આ નિવેદનને લઇને તેઓ માફી પણ માગી ચૂક્યાં છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.