Pakistani songs: સોનાક્ષી સિંહા-ઝહીર ઈકબાલનો રોમેન્ટિક વીડિયો થયો વાયરલ, પાકિસ્તાની ગીત પર કર્યો ડાન્સ

0
109
Pakistani songs: સોનાક્ષી સિંહા-ઝહીર ઈકબાલનો રોમેન્ટિક વીડિયો થયો વાયરલ, પાકિસ્તાની ગીત પર કર્યો ડાન્સ
Pakistani songs: સોનાક્ષી સિંહા-ઝહીર ઈકબાલનો રોમેન્ટિક વીડિયો થયો વાયરલ, પાકિસ્તાની ગીત પર કર્યો ડાન્સ

Pakistani songs: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન 23 જૂનના રોજ થયા હતા. લગ્ન પહેલા બંનેએ એકબીજાને 7 વર્ષ સુધી ડેટ કર્યા હતા. આ કપલના લગ્ન એકદમ ખાનગી હતા પરંતુ રિસેપ્શનમાં બોલિવૂડ સેલેબ્સનો જમાવડો હતો. કપવએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તેના મિત્રો માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. સોનાક્ષી અને ઝહીરે તેમના લગ્ન પછી પહેલીવાર મુંબઈના બાસ્ટિયનમાં આયોજિત રિસેપ્શનમાં એક સાથે રોમેન્ટિક ગીત પર ડાન્સ કર્યો હતો. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં સોનાક્ષી લાલ સાડીમાં જોવા મળી રહી છે

Pakistani songs: સોનાક્ષી સિંહા-ઝહીર ઈકબાલનો રોમેન્ટિક વીડિયો થયો વાયરલ
Pakistani songs: સોનાક્ષી સિંહા-ઝહીર ઈકબાલનો રોમેન્ટિક વીડિયો થયો વાયરલ

Pakistani songs: સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલનો રોમેન્ટિક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં હની સિંહ ડીજે માટે રાખવામાં આવેલા ટેબલ પર ઉભા રહીને ગીત ગાતો જોઈ શકાય છે.

વાયરલ વીડિયોમાં સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ રાહત ફતેહ અલી ખાનના ગીત ‘આફરીન આફરીન’ (Pakistani songs) પર રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ઝહીર ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં દેખાઈ રહ્યો છે, જેના કારણે સોનાક્ષી ખૂબ જ શરમાતી જોવા મળી રહી છે. તે જ સમયે, કપલના રોમેન્ટિક ડાન્સ રિસેપ્શનમાં હાજર લોકો બૂમો પાડી રહ્યા છે અને તેમને ચીયર કરી રહ્યા છે.

સોનાક્ષી સિંહાએ રિસેપ્શન માટે રેડ સિલ્કની સાડી પસંદ કરી હતી, તેમાં સોનાક્ષી ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે સિંદૂર અને લાલ બિંદી પણ પહેરી હતી. જ્યારે ઝહીર સફેદ કોટ અને પેન્ટમાં હેન્ડસમ લાગતો હતો. વાયરલ વીડિયો પર લોકો કોમેન્ટ કરીને કપલને અભિનંદન આપી રહ્યા છે. આ સિવાય સોનાક્ષી અને ઝહીરનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

હની સિંહે ટેબલ પર ઉભા રહીને પર્ફોર્મ કર્યું


આ વાયરલ વીડિયોમાં સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ સાથે હની સિંહ પણ જોવા મળી રહ્યો છે. હની સિંહ ડીજે પાસેના ટેબલ પર ઉભા રહીને ‘અંગ્રેજી બીટ’ પર ગીત ગાઈ રહ્યો છે, જ્યારે ઝહીર અને સોનાક્ષી ઘણા લોકોના ડીજે ફ્લોર પર ઉભા રહીને ડાન્સ કરી રહ્યા છે. ત્યાં હાજર લોકો કપલ સાથે ડાન્સ કરી રહ્યા છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરજો. વધુ આર્ટિકલ માટે વાંચતા રહો વીઆર લાઈવ. તમારો અભિપ્રાય અમારા માટે મહત્વપૂર્ણ છે!

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો