Pakistan news : લાંબા પોલિટીકલ ડ્રામા બાદ આખરે પાકિસ્તાનને મળ્યા નવા વડાપ્રધાન,  શેહબાઝ શરીફ બનશે બીજીવાર પાકિસ્તાનના વડાપ્રધાન

0
165
Pakistan news
Pakistan news

Pakistan news  : લાંબા પોલીટીકલ ડ્રામા બાદ શેહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. શેહબાઝ શરીફ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના નેતા છે. પીએમએલ-એન પ્રમુખ શેહબાઝ (72) પાકિસ્તાનના ત્રણ વખતના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ છે. શેહબાઝ શરીફ બીજી વખત ગઠબંધન સરકારનું નેતૃત્વ કરવા માટે વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે.

Pakistan news

Pakistan news: પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે શહેબાઝ શરીફની પસંદગી કરવામાં આવી છે. વિપક્ષના હોબાળા વચ્ચે નવી ચૂંટાયેલી સંસદમાં બહુમતી જીત્યા બાદ ગઠબંધન સરકારનું નેતૃત્વ કરવા શેહબાઝ શરીફ બીજી વખત પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા. શેહબાઝ શરીફને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) તરફથી સર્વસંમતિથી ઉમેદવાર તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેમને 336 સભ્યોના ગૃહમાં 201 મત મળ્યા છે. પીએમએલ-એન પ્રમુખ શહેબાઝ  પાકિસ્તાનના ત્રણ વખતના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ છે.

Pakistan news

Pakistan news : પરિણામોની જાહેરાત કરતા નેશનલ એસેમ્બલીના સ્પીકર સરદાર અયાઝ સાદીકે શેહબાઝને પાકિસ્તાનના 24મા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. શાહબાઝને સોમવારે રાષ્ટ્રપતિ ભવન ઈવાન-એ-સદર ખાતે શપથ લેવડાવવામાં આવશે. પીટીઆઈ સમર્થિત સાંસદોના હોબાળા અને સૂત્રોચ્ચાર વચ્ચે સંસદનું નવું સત્ર બોલાવવામાં આવ્યું હતું.

pakistan news  : પીપીપી ઉપરાંત શાહબાઝને આ પાર્ટીઓનું સમર્થન મળ્યું હતું

Pakistan news

PPP ઉપરાંત, શેહબાઝને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (MQM-P), પાકિસ્તાન મુસ્લિમ લીગ (Q), બલૂચિસ્તાન અવામી પાર્ટી, પાકિસ્તાન મુસ્લિમ લીગ (Z), ઇસ્તેહકામ-એ-પાકિસ્તાન પાર્ટી અને નેશનલ પાર્ટી દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.

Pakistan news : તમને જણાવી દઈએ કે રવિવારે પાકિસ્તાની સંસદમાં પીએમની ચૂંટણી માટે વોટિંગ શરૂ થયું હતું. મતદાન દરમિયાન, શાહબાઝે તેમના હરીફ પર 100 થી વધુ મતોની લીડ મેળવી હતી. શહેબાઝ શરીફને 201 વોટ મળ્યા જ્યારે પીટીઆઈના ઓમર અયુબ ખાનને 92 વોટ મળ્યા. આ પછી પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે શાહબાઝ શરીફના નામની જાહેરાત કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે શાહબાઝ શરીફ સોમવારે વડાપ્રધાન પદના શપથ લેશે.

ગુજરાતના સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

દેશના સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

યુટ્યુબ શોર્ટ્સ જોવા – અહી ક્લિક કરો