Harshvardhan   :  વધુ એક ભાજપના મોટા નેતાએ રાજકારણથી સન્યાસની કરી જાહેરાત

0
292
Dr.Harshvardhan 
Dr.Harshvardhan 

Harshvardhan    :  ભારતીય જનતા પાર્ટીએ શનિવારે પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે, ત્યારે યાદીની જાહેરાત પહેલા જ બે પૂર્વ સાંસદોએ ચૂંટણી નહિ લડવા અને રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી ,પૂર્વ ભારતીય ખેલાડી અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીર અને ઝારખંડના હજારીબાગથી સાંસદ જયંત સિંહા બાદ હવે વધુ એક સાંસદે રાજનીતિમાંથી વિરામ આપવાની માંગ કરી છે,,આવો જોઈએ અમારો આ ખાસ અહેવાલ….     

Dr.Harshvardhan 

Harshvardhan   : લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર આવ્યા બાદ રાજધાની દિલ્હીની ચાંદની ચોક લોકસભા સીટના સાંસદ ડૉ. હર્ષવર્ધને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

Dr.Harshvardhan 

આ પહેલા પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ ગૌતમ ગંભીર અને ઝારખંડના હજારીબાગના સાંસદ જયંત સિન્હાએ ભાજપની પ્રથમ યાદી બહાર આવે તે પહેલા જ સક્રિય રાજકારણમાંથી ખસી જવા વિનંતી કરી હતી. આ સાથે જ હવે સાંસદ ડૉ. હર્ષવર્ધને પણ સક્રિય રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.

Harshvardhan    :  સોશિયલ મીડિયા X પર પૉસ્ટ કરીને આપી માહિતી

Harshvardhan   : ડૉક્ટર હર્ષવર્ધને રવિવારે સોશિયલ મીડિયા X પર પૉસ્ટ કરીને આ માહિતી આપી હતી. ડૉ. હર્ષવર્ધન, તેમની ત્રીસ વર્ષથી વધુની પ્રસિદ્ધ ચૂંટણી કારકીર્દીમાં પાંચેય વિધાનસભા અને બે સંસદીય ચૂંટણી લડ્યા હતા, તે તમામમાં ભારે માર્જિનથી જીત મેળવી હતી. આ સિવાય તેમણે પાર્ટી સંગઠન, રાજ્ય અને કેન્દ્ર સરકારમાં પણ ઘણા પ્રતિષ્ઠિત પદો સંભાળ્યા હતા. હવે હું મારા કામ પર પાછા ફરવા માંગુ છું.

Harshvardhan  : ભાજપે ચાંદની ચોક બેઠક પર પ્રવીણ ખંડેલવાલને આપી ટીકીટ

Dr.Harshvardhan 

નોંધનીય બાબત છે કે દિલ્હીની 5 લોકસભા સીટોમાંથી જે સૌથી વધુ બેઠક ચર્ચાઈ રહી છે તે ચાંદની ચોક છે. કોઈ પણ માની ન શકે કે ભાજપે આ વખતે  પૂર્વ મંત્રી ડૉ. હર્ષવર્ધનની ટીકીટ કાપીને તેમણે બહારનો રસ્તો બતાવ્યો છે. ભાજપે આ વખતે ચાંદની ચોક થી પ્રવીણ ખંડેલવાલને ટીકીટ આપી છે, પ્રવીણ ખંડેલવાલ  કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ નામની સંસ્થાના સ્થાપક અને રાષ્ટ્રીય મહાસચિવ છે. તેઓ વ્યવસાયે બિઝનેસમેન છે.  

ગુજરાતના સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

દેશના સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

યુટ્યુબ શોર્ટ્સ જોવા – અહી ક્લિક કરો