Home State Gujarat Orange Alert in Ahmedabad: અમદાવાદમાં આકરી ગરમીનું ‘ઓરેન્જ એલર્ટ’ શાળાઓના સમયમાં ફેરફાર...

Orange Alert in Ahmedabad: અમદાવાદમાં આકરી ગરમીનું ‘ઓરેન્જ એલર્ટ’ શાળાઓના સમયમાં ફેરફાર કરવા DEOની સૂચના

0
313
Orange Alert in Ahmedabad
Orange Alert in Ahmedabad

Orange Alert in Ahmedabad:  ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. ભારત હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, અમદાવાદમાં આગામી 28 એપ્રિલથી 4 મે દરમિયાન તાપમાનનો પારો 43થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. આ ગંભીર સ્થિતિને જોતા હવામાન વિભાગ દ્વારા શહેરમાં આગામી 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ અને 1 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Orange Alert in Ahmedabad: શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય

Orange Alert in Ahmedabad

વધતી જતી ગરમી અને હીટવેવની આગાહીને પગલે અમદાવાદ શહેર અને જિલ્લા શિક્ષણાધિકારી (DEO) એક્શનમાં આવ્યા છે. બાળકોની સુરક્ષા માટે તમામ શાળાઓને નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવી છે:

  • બપોરે 12 વાગ્યા પહેલાં તમામ બાળકોને રજા આપી દેવી.
  • વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાનમાં બેસાડવા નહીં અને કોઈપણ આઉટડોર એક્ટિવિટી ન કરાવવી.
  • શાળાઓ પોતાની વિવેકબુદ્ધિથી સમયમાં ફેરફાર કરી શકશે.

Orange Alert in Ahmedabad: QR કોડથી મેળવો તાપમાનની વિગતો

Orange Alert in Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકોની સુવિધા માટે એક ખાસ QR કોડ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ કોડ સ્કેન કરીને શહેરીજનો બપોરે 1થી 5 વાગ્યા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોના તાપમાન અને હોટસ્પોટ વિસ્તારોની લેટેસ્ટ માહિતી મેળવી શકશે.

સમગ્ર રાજ્યની સ્થિતિ

Orange Alert in Ahmedabad

માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ ગાંધીનગર, વડોદરા અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પણ ગરમીનો આતંક જોવા મળી રહ્યો છે:

  • ગાંધીનગર: તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચતા બપોરના સમયે રસ્તાઓ પર કર્ફ્યું જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
  • વડોદરા: ગરમીથી બચવા લોકો ફ્રૂટ જ્યૂસ અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, જેના વેચાણમાં 50%થી વધુનો વધારો થયો છે.
  • દરિયાકાંઠાના વિસ્તારો: સુરત અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘હોટ એન્ડ હ્યુમિડ’ (ગરમ અને ભેજવાળું) વાતાવરણ રહેશે.

નિષ્ણાતોની સલાહ

Orange Alert in Ahmedabad

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક રાજ્ય માટે ખૂબ જ ભારે છે. લોકોને ખાસ સાવચેતી રાખવા, બપોરના સમયે ઘરની બહાર જવાનું ટાળવા અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે પૂરતું પાણી અને પ્રવાહી લેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: એન્જિનિયરિંગની અજાયબી, અમદાવાદમાં સાબરમતી નદી પર તૈયાર થયો 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો બુલેટ ટ્રેન બ્રિજ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે