Home State Gujarat Bullet Train Progress: એન્જિનિયરિંગની અજાયબી, અમદાવાદમાં સાબરમતી નદી પર તૈયાર થયો 12...

Bullet Train Progress: એન્જિનિયરિંગની અજાયબી, અમદાવાદમાં સાબરમતી નદી પર તૈયાર થયો 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો બુલેટ ટ્રેન બ્રિજ

0
310
Bullet Train Progress
Bullet Train Progress

Bullet Train Progress: દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અમદાવાદના આંગણે વધુ એક સીમાચિહ્નરૂપ કામગીરી પૂર્ણ થઈ છે. સાબરમતી નદી પર બની રહેલો બુલેટ ટ્રેનનો પુલ હવે આકાર લઈ રહ્યો છે, જેની ઊંચાઈ અને અદ્યતન ટેકનોલોજી સૌ કોઈને દંગ કરી દે તેવી છે.

Bullet Train Progress

Bullet Train Progress: પુલની વિશેષતાઓ અને ઊંચાઈ

  • 12 માળ જેટલી ઊંચાઈ: સાબરમતી નદી પર બનેલા આ પુલની ઊંચાઈ 36 મીટર (આશરે 118 ફૂટ) છે. જે સામાન્ય રીતે 12 માળની રહેણાંક ઇમારત જેટલી થાય છે.
  • વિશાળ સંરચના: 480 મીટર લાંબા આ પુલ માટે કુલ 8 વર્તુળાકાર પિયર્સ બનાવવામાં આવ્યા છે, જેનો વ્યાસ 6 થી 6.5 મીટર જેટલો વિશાળ છે.
  • લોકેશન: આ પુલ પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી મેઈન લાઈનની બિલકુલ બાજુમાં સ્થિત છે, જે સાબરમતી સ્ટેશનથી 1 કિમી અને અમદાવાદ સ્ટેશનથી 4 કિમીના અંતરે છે.
Bullet Train Progress

Bullet Train Progress: ‘બેલેન્સ્ડ કેન્ટિલીવર’ ટેકનોલોજીનો ઉપયોગ

આ પુલના નિર્માણમાં અત્યાધુનિક બેલેન્સ્ડ કેન્ટિલીવર’ (Balanced Cantilever) પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજીમાં નદીના પાણીમાં નીચેથી કોઈ ટેકો આપ્યા વગર, પિયરની બંને બાજુએ સંતુલન જાળવીને સેગમેન્ટ્સ જોડવામાં આવે છે. આ પદ્ધતિ ઊંડા પાણી અને લાંબા સ્પાન માટે સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

Bullet Train Progress: પર્યાવરણની જાળવણી

બાંધકામ દરમિયાન સાબરમતી નદીના કુદરતી પ્રવાહમાં કોઈ વિક્ષેપ ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. નદીના પટમાં હ્યુમ પાઈપ કલ્વર્ટ્સ ગોઠવીને પાણીનો પ્રવાહ મુક્ત રીતે વહેતો રાખવામાં આવ્યો છે.

Bullet Train Progress

વર્તમાન સ્થિતિ

પુલના પાયા અને સબસ્ટ્રક્ચરનું તમામ કામ સો ટકા પૂર્ણ થઈ ગયું છે. 76 મીટરના ત્રણ સ્પાન તૈયાર છે, જ્યારે બાકીના સ્પાન અને સેગમેન્ટ કાસ્ટિંગની કામગીરી હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમદાવાદ LCBની મોટી સફળતા ઉદયપુરની કુખ્યાત ગેંગના બે શાર્પશૂટર સરખેજથી ઝડપાયા, રાજસ્થાન પોલીસે જાહેર કર્યું હતું ઇનામ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે