OP RAJBHAR : રાજનીતિમાં પોતાની આગવી શૈલી અને બોલ્ડ નિવેદનો માટે પ્રખ્યાત સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ રાજભર હવે મંત્રી બની ગયા છે. પોતાની પાર્ટીના ધારાસભ્ય અને અધ્યક્ષ તરીકે જાણીતા રાજભરને હવે ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી પદ પણ મળ્યું છે. કેબિનેટનો ભાગ બનતાની સાથે જ રાજભરનો અંદાજ જ બદલાઈ ગયો. પોતાને ગબ્બર સિંહ ગણાવતા તેમણે કાર્યકરોને પીળો રૂમાલ પહેરીને પોલીસ સ્ટેશન જવાની સલાહ આપી. અને કહ્યું કોઈ એસપી કે ડીએસપી તમને નહિ પૂછે કે તમે કોણ છો ,, વધુમાં તેમણે પોતાની સરખામણી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ કરી નાખી હતી.

OP RAJBHAR : કાર્યકર્તાઓને સંબોધતા સુભાષપા ચીફ રાજભરે કહ્યું, ‘તમે જોયું જ હશે કે મુખ્યમંત્રી યોગી પોતે બેઠા હતા અને અમને શપથ લેવડાવ્યા હતા. મને કહો કે મેં કહ્યું કે હું મંત્રી બનીશ કે નહીં. મેં હિંમતભેર કહ્યું હતું કે હું મંત્રી બનીશ અને પછી મેં તે સાબિત કર્યું. આજે સીએમ પાસે જેટલી સત્તા છે, રાજભર પાસે પણ એટલી જ સત્તા છે. હું શોલે ફિલ્મનો ગબ્બર સિંહ છું.
OP RAJBHAR : સફેદ કપડું નહિ ગળામાં પીળું કપડું પહેરો..પછી જુઓ……

OP RAJBHAR વધુમાં કહ્યું કે, કોઈનાથી દબાવવાની જરૂર નથી. જ્યારે પણ તમે કોઈપણ પોલીસ સ્ટેશન જાઓ ત્યારે પીળો રૂમાલ પહેરીને જાવ. અને જ્યારે ઇન્સ્પેક્ટર તમને પોલીસ સ્ટેશનમાં જોશે, ત્યારે તે તમારા ચહેરા પર ઓમપ્રકાશ રાજભરને જોશે. પોલીસ સ્ટેશન જઈને કહેવાનું મંત્રીએ મોકલ્યો છે. ઈન્સ્પેક્ટર, એસપી, ડીએમને ફોન કરીને પૂછવાની સત્તા નથી કે મંત્રીએ મોકલ્યો છે કે નહીં.
ઉલ્લેખનીય છે કે મંગળવારે યુપી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ઓપી રાજભરની સાથે બીજેપી નેતા દારા સિંહ ચૌહાણ, સાહિબાબાદના ધારાસભ્ય સુનીલ શર્મા તેમજ સહારનપુરની પુરકાજી સીટના આરએલડી ધારાસભ્ય અનિલ કુમારે લખનૌના રાજભવનમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. યોગી 2.0નું આ પ્રથમ કેબિનેટ વિસ્તરણ છે.

બસપાથી અલગ થઈને 2002માં સુભાસપની સ્થાપના કરનાર રાજભર (OP RAJBHAR) મૂળ વારાણસી જિલ્લાના રહેવાસી છે. તે ગાઝીપુર જિલ્લાની ઝહુરાબાદ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. ગૃહમાં રાજભર પાર્ટીના 6 ધારાસભ્યો છે, જે વારાણસીથી બલિયા સુધી ફેલાયેલા 12 ટકા રાજભર સમુદાયના છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો