Terrorist Qasim Gujjar: કોણ છે કાસિમ ગુજ્જર, ગૃહ મંત્રાલયે UAPA લગાવીને આતંકવાદી જાહેર કર્યો

0
96
Terrorist Qasim Gujjar
Terrorist Qasim Gujjar

Terrorist Qasim Gujjar  : કેન્દ્રીય ગૃહમંત્રાલયે લશ્કર-એ-તોઈબાના સદસ્ય મોહમ્મદ કાસિમ ગુજ્જરને આતંકી જાહેર કર્યો છે.  મોહમ્મદ કાસિમ હાલ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહે છે. તેને ગેરકાનૂની ગતિવિધિઓ એક્ટ એટલે કે UAPA હેઠળ આતંકી જાહેર કરાયો છે.

Terrorist Qasim Gujjar

Terrorist Qasim Gujjar  : મોહમ્મદ કાસિમ આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ

કેન્દ્રીય ગૃહમંત્રાલયના આદેશમાં લખ્યું કે, ‘મોહમ્મદ કાસિમ ગુજ્જર ઉર્ફે ‘સલમાન’ ઉર્ફે ‘સુલેમાન’ (32 વર્ષ)ને આતંકી જાહેર કરવામાં આવ્યો છે. કારણ કે તે લાંબા સમયથી આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ છે. તે ડ્રોન દ્વારા હથિયારો, દારૂગોળો, IED સહિતની ઘણી આતંકી ઘટનાઓમાં સામેલ છે. તેનું સરનામું અંગરાલા, તહસીલ મહોર, જિલ્લા રિયાસી, જમ્મુ છે અને હાલમાં તે  પીઓકેમાં રહે છે.’

Terrorist Qasim Gujjar  : વૈષ્ણો દેવીના તીર્થયાત્રીઓ પર હુમલો કરવામાં સંડોવાયેલો

Terrorist Qasim Gujjar

Terrorist Qasim Gujjar  : આતંકવાદી જાહેર કરાયેલા મોહમ્મદ કાસિમ ગુજ્જર વર્ષ 2022માં માતા વૈષ્ણો દેવી તીર્થયાત્રીઓ પરના હુમલા પાછળનો મુખ્ય કાવતરાખોર હતો, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા અને બે ડઝનથી વધુ ઘાયલ થયા હતા. અગાઉ 2021માં મોહમ્મદ કાસિમ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બીજેપી નેતાના ઘર પર ગ્રેનેડ હુમલામાં પણ સામેલ હતો, જેના પરિણામે એક સગીર છોકરાનું મૃત્યુ થયું હતું અને અન્ય ઘણાં લોકો ઘાયલ થયા હતા. 

Terrorist Qasim Gujjar

મોદી સરકારે અનેક આતંકી હુમલા સામેલ માસ્ટરમાઇન્ડ મોહમ્મદ કાસિમ ગુજ્જર ઉર્ફે સલમાન ઉર્ફે સુલેમાનને આતંકવાદી જાહેર કર્યો છે. ગૃહ મંત્રી કાર્યાલયે કહ્યું કે- લશ્કર-એ-તોયબના ઓપરેટિવ મોહમ્મદ કાસિમ ગુજ્જર અનેક આતંકી હુમલા પાર પાડ્યા જેના કારણે અનેક મોત માટે તે જવાબદાર છે અને ભારત વિરુદ્ધ યુદ્ધની યોજનામાં સામેલ રહ્યો છે. દેશની એકતા અને અખંડતા વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં લિપ્ત કોઈ પણ વ્યક્તિ સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.