OFFBEAT 32 | ઘરેલું નુસ્ખા -કેસુડાના ઉપયોગથી ત્વચાને અને શરીરને ઠંડક મળે છે કે શું ? | VR LIVE

0
301

નમસ્કાર મિત્રો હોળી તહેવારની દરેક લોકો ખુબજ ધામધુમથી ઉજવણી કરતા હોય છે હોળીનો તહેવાર ગયા બાદ ગરમીમાં પ્રમાણમાં ધીમે ધીમે વધારો થતો હોય છે ત્યારે આપને ગરમીથી છુટકારો મેળવવા અવનવા ગરેલું નુસખા પણ કરતા હોઈએ છીએ અને ગરમીની શરૂઆત થતાની સાથેજ જ્યાં ચારે બાજુ પાનખર ઋતુની પણ શરૂવાત થવા લાગે છે ત્યાં પાનખરની વચ્ચે જ્યાં સુકાયેલા વૃક્ષોની વચ્ચે લાલ કલરના ફૂલ એટલે કેસુડો…….

મિત્રો ઘણા લોકો ગરમી સામે રક્ષણ તેમજ ગરમીથી થતા રોગોના છુટકારા માટે કેસુડાનો ઉપયોગ કરતા હોય છે કેસુડો એ ખાખરાના વૃક્ષ પર થતા એક અનોખા ફૂલ છે. તેને ઘણા લોકો કેસુડાનું વૃક્ષ પણ કહે છે. વસંત ઋતુમાં આ વૃક્ષો પર કેસુડાના ફૂલો પુષ્કળ પ્રમાણમાં આવે છે. તેના કેસરી રંગના કારણે આ ફૂલ દુર-દૂરથી ઓળખાય જાય છે. હોળી સુધીમાં કેસુડો ભરપૂર ફાલે છે.આયુર્વેદમાં કેસુડાના ફૂલના ઘણા ઉપયોગ જણાવેલા છે. આયુર્વેદમાં કેસુડાને બ્રહ્મ વૃક્ષ પણ કહે છે તો મિત્રો આજે આપણે કેસુડાનાં ફૂલોનો ઉપયોગ અને ગરેલું નુસખા વિષે વાત કરીશું……..

અનેક રોગોમાં ઉપયોગી

કેસુડાના ફૂલ ડાયાબિટીસ, થાઈરોઈડ, નસકોરી ફૂટવી, પાચન શક્તિ મંદ હોવી, પેટમાં કરમિયા હોવા, હરસની સમસ્યા, પેશાબમાં બળતરા, સંધિવા જેવી તકલીફોમાં પ્રયોજાય છે. પરંતુ જ્યારે તેનો ખાવા કે પીવા તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે તે નિષ્ણાંત વૈધના માર્ગદર્શન અને સલાહ મુજબ કરવો હિતાવહ છે. જે તમારી તાસીર અને રોગના પ્રમાણના આધારે યોગ્ય સૂચન કરી શકે છે.

ચામડીના રોગોમાં અસરકારક

કેસુડાના ફૂલ સૌથી વધારે ચામડીના રોગોમાં અસરકારક છે. શરીરે ખંજવાળ આવતી હોય, એલર્જી હોય ત્યારે કેસુડાના ફૂલને રાત ભર પાણીમાં પલાળી રાખી સવારે તેને ગરમ કરી ગાળીને આ પાણીનો સ્નાન માટે ઉપયોગ કરવો. અન્ય ઉપચારો સાથે પણ આ પ્રયોગ કરી શકાય છે. સાથેજ ખાસ તો…..એક થી ત્રણ વર્ષ સુધીના નાના બાળકોને તેમને કોઈ જાતની ચામડીની તકલીફ ન હોય તો પણ આ ઋતુમાં જ્યાં સુધી કેસુડાના ફૂલ મળે ત્યાં સુધી આ ફૂલથી બનાવેલા પાણીથી દરરોજ નવડાવવા. નાનુ બાળક ફર્શ પર રમતું હોય, આળોટતું હોય તેને ફર્શ પરના કીટાણુઓ લાગવાની વધુ સંભાવના રહે છે. કેસુડાના ફૂલના પાણીથી નવડાવવાથી બાળકનું શરીર સ્વચ્છ રહે છે, ચામડી ચમકદાર બને છે.

ઘરેલું નુસખા

૧.પેશાબની બળતરા અને નસકોરી ફૂટવાની સમસ્યામાં કેસુડાના ફૂલ ખૂબ ઉપયોગી છે. કેસુડાના ફૂલને આખી રાત પલળવા દેવા, સવારે ગાળીને તેમાં સાકર નાખીને પીવાથી પેશાબની બળતરા અને નસકોરી ફૂટવાની સમસ્યામાં રાહત થાય છે.

૨.કેસુડાના ફૂલનું શરબત પીવાથી શરીર પરના સોજા મટે છે.

૩.સોજા ઉપર કેસુડાના ફૂલની પોટલી અથવા લેપ લગાવવાથી સોજામાં જલ્દી ફાયદો થાય છે.

૪.કેસુડાના પાણીથી નહાવાથી શરીરને ઠંડક મળે છે. નાના બાળકોને કેસુડાના પાણીથી નવડાવવા જોઈએ. ડોક્ટર પણ ઘણીવાર આ રીતે કેસુડાથી નવડાવવાની સલાહ આપે છે.

૫ .ઘણા લોકો કેસુડાની સીઝન હોય ત્યારે કેસુડાના ફૂલને સુકવી દે છે અને પછી આખું વર્ષ સાચવી રાખે છે. ગરમીની સિઝનમાં આ સુકવેલા ફૂલને પાણીમાં પલાળી અને તે પાણીથી સ્નાન કરવાથી ઘણા ફાયદા થાય છે.

૬.કેસુડાના ફૂલ સિવાય કેસુડાના ઝાડ ઉપર જે ગુંદર આવે છે તે જાતીય નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે.

૭ .કેસુડામાં રહેલ ઔષધીય ગુણના લીધે તે ચામડીના રોગોમાં ઉપયોગી છે.

૮ .ડાયાબિટીસના દર્દીઓ માટે કેસુડો ફાયદો કરે છે. કેસુડાના ફૂલને સુકવી તેનું ચૂર્ણ બનાવી અને ઉપયોગમાં લેવું જોઈએ. આ સિવાય કેસુડાના ફૂલને રાત્રે પલાળી સવારે તેનું પાણી પીવું જોઈએ.

૯.હરસની તકલીફમાં પણ કેસુડો ખૂબ ઉપયોગી છે કેસુડાના તાજા પાન ગાયના ઘી અથવા દહીં સાથે લેવાથી હરસ ની તકલીફમાં રાહત થાય છે.

અત્યારે ફેબ્રુઆરી માર્ચ માસ દરમિયાન અંબાજી, દાંતા, સાબરકાંઠા, અરવલ્લી વિસ્તારમાં કેસુડાના ફૂલ પુષ્કળ પ્રમાણમાં મળે છે. આમ તો સમગ્ર ગુજરાતમાં તે મળે છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.