OFFBEAT 33 | શરદી અને ખાંસી | VR LIVE

0
223

ઋતુમાં ફેરફાર થઇ રહયો છે અને હવે ગરમી ની શરૂઆત પણ થઇ ગઈ છે અને રાત્રીના સમયે ઠંડી હોય છે. એવામાં શરદી-ખાસી અને કફ અને શ્વાસની તકલીફ થઇ રહી છે. આ બદલાતી ઋતુમાં ફરી એકવાર લોકો ઉધરસ અને ગળામાં ખરાશની સમસ્યા થી પરેશાન થઇ રહ્યા છે. બદલાતા હવામાન પ્રમાણે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબુત કરવા માટે ડોક્ટર દ્વારા વિટામીન્સ અને મિનરલ્સથી ભરપૂર ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. આવા વાતાવરણ ના કારણે દર્દીઓને શ્વાસ લેવાની તકલીફ થાય છે.

શરદી – ખાંસીને દૂર ભગાવવાના અકસીર ઉપાય

૧. હળદર

શ્વસન માર્ગમાં જામેલા કફને દૂર કરે છે. તે એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાઈરલ હોવાથી ઈન્ફેકશનને દૂર કરે છે. હળદરનો પ્રયોગ આ રીતે કરી શકાય.

  • ગરમ દૂધમાં ૧ ચમચી હળદર અને ચપટી મરીનું ચૂર્ણ નાંખી પીવું.. ૧ કપ પાણી ઉકાળી બે ચમચી હળદર ચૂર્ણ, ૧ ચમચી શુદ્ધ ઘી, ચપટી મીઠું નાખી થોડું ઠંડું પડે પછી પીવું. ખાસ કરીને રાત્રે આવતી ખાંસીમાં આ દવા ફાયદો કરે છે.
  • લીલી હળદરના ત્રણથી ચાર ગાંઠિયાનો રસ કાઢી તેમાં એક ચમચી મધ ઉમેરી પીવું. ગળામાં બળતરા કે ચચરાટ થતો હોય તો નવશેકા પાણીમાં ચપટી હળદર અને મીઠું નાંખી તેના કોગળા કરવા.

૨.મરી

  • મરી એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે તેથી જ શરદી, ફ્લૂ, ખાંસીને દૂર કરવા માટે તે અકસીર છે.
  • સૂંઠ, મરી અને પીપર આ ત્રણેય ઔષધોના ચૂર્ણને સરખા ભાગે ભેળવી રોજ ૧ ચમચી ધી, મધ, ગરમ દૂધ કે નવશેકા પાણી સાથે લેવું.
  • બે મરીને વાટી તેના ચૂર્ણને એક ચમચી મધમાં લસોટી ચાટી જવું. આનાથી સૂકી ખાંસીમાં ખૂબ રાહત થાય છે અને અવાજ ખૂલે છે.

૩. આદુની ચા

  • મસાલા ટી કે આદુની ચા શરદી-ખાંસી માટે બેસ્ટ ઈલાજ છે. આદુની ગરમ ચા ગળાના ઈન્ફેક્શન અને સોજાને દૂર કરે છે. સાથે જ શરદીમાં પણ આરામ આપે છે. 

૪.સ્ટીમ

સ્ટીમ લેવું રામબાણ ઈલાજ છે. તેનાથી નાક, ગળાની નળીઓ સાફ થઈ જાય છે. કફનો ભરાવો દૂર થાય છે. તમે તેમાં નિલગિરીનું તેલ, લવિંગ, અજમો કે વિક્સ નાખીને પણ નાસ લઈ શકો છો. શરદી-ખાંસીને દૂર કરવાનો આ બેસ્ટ ઈલાજ છે. 

૫. ગરમ પાણીના કોગળા

દર બે કલાકે ગરમ મીઠાવાળા પાણીના કોગળા કરવાથી કફ અને ગળાના દુખાવા અને ઈન્ફેક્શનમાં રાહત મળે છે. ગરમ પાણીમાં મધ મિક્સ કરીને કોગળા કરવાથી પણ શરદીમાં રાહત મળે છે. 

૬. વિટામિન સી છે જરૂરી

ફળો અને શાકભાજીઓમાં મળતું વિટામિન સી વાયરલ સામે લડવામાં મદદ કરે છે અને ઈમ્યૂનિટી વધારે છે. જેથી તમારી ડાયટમાં ફળો અને શાકભાજી અવશ્ય સામેલ કરો. તેનાથી શરદી, ખાંસી, તાવ અને વાયરલ ઈન્ફેક્શન સામે રક્ષણ મળશે. 

ચીકણા-હઠીલા કફને દૂર કરતાં ઉપચાર

  • ઠંડી હવાથી બચવું. ખાસ કાન, કપાળ, માથું ઢાંકવુ.
  • શિયાળા દરમ્યાન બપોરે-વહેલી સાંજે સૂર્યતાપ સહન થાય તેટલો લેવો.
  • નવશેકા પાણીથી ન્હાવું. ન્હાયાબાદ તુરંત હવાનો સંપર્ક ટાળવો. ખાસ તો માથું ધોઈ, વાળ બરાબર સૂકા કરવા. ભીના માથામાં હવાનો સંપર્ક ટાળવો.
  • ચોકલેટ, આઈસ્ક્રીમ, કોલ્ડ્રીંક્સ, માવાની ચીકણી મીઠાઈ ન ખાવી.
  • દૂધ નવશેકું હુંફાળું પીવું. દૂધમાં વાવડીંગનું ચૂર્ણ, સૂંઠ અને સાકર નાખી ઉકાળી ગાળી અને પીવું.

Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.