Nitin Gadkari :  ભાજપ સાથી પક્ષોની ભીંસમાં ? ગડકરીનો RSS સાથેનો સારો સબંધ NDAની સરકાર બચાવશે ?

0
383
Nitin Gadkari
Nitin Gadkari

Nitin Gadkari : લોકસભા ચૂંટણીમાં ભાજપને જ્યાં ઝટકો લાગ્યો છે તો બીજીતરફ નાગપુર લોકસભા સીટથી ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લીડ મેળવી લીધી છે. ગડકરી 70 હજાર મતથી આગળ ચાલી રહ્યાં છે. ગડકરી કોંગ્રેસ ઉમેદવાર વિકાસ ઠાકરેથી ખુબ આગળ ચાલી રહ્યાં છે. નાગપુરથી તેમની જીત નક્કી માનવામાં આવી રહી છે. તેવામાં હવે ભાજપને જ્યારે પોતાના દમ પર બહુમતી નથી મળી રહી તો શું ગડકરી પ્રધાનમંત્રી બની શકે છે

Nitin Gadkari

Nitin Gadkari :  ગડકરીનો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે હંમેશાથી સારો સંબંધ રહ્યો છે. તે પણ સંયોગ છે કે જે લોકસભાનું પ્રતિનિધિત્વ કરે છે, સંઘનું મુખ્યાલય પણ ત્યાં આવે છે. આ ચૂંટણીમાં ગડકરી નવા સંકલ્પ સાથે મેદાનમાં ઉતર્યા હતા. તેમણે ત્યાં પોસ્ટર લગાવ્યા વગર પ્રચાર કર્યો હતો. ગડકરી ભાજપના એવા નેતા છે જેના નામ પર વિપક્ષના કેટલા દળ પણ સમર્થન આપી શકે છે. મહારાષ્ટ્રથી પીએમ બનાવવાની શરત પર શિવસેના યુબીટી પણ સાથે આવી શકે છે.

Nitin Gadkari

Nitin Gadkari :  હેટ્રિક લગાવશે ગડકરી

Nitin Gadkari


Nitin Gadkari :  નીતિન ગડકરીએ પ્રથમવાર 2014માં ચૂંટાયા તો મોદી લહેરને કારણે તેમણે કોંગ્રેસ નેતા વિલાસ મુત્તેમવારને હરાવ્યા હતા. 2019 લોકસભા ચૂંટણીમાં ગડકરીએ કોંગ્રેસ નેતા નાના પટોલેને પરાજય આપ્યો હતો. આ ચૂંટણીમાં ગડકરીની જીતનું માર્જિન 2014ની તુલનામાં ઘટી ગયું હતું. ગડકરી 2.16 લાખ મતથી જીત્યા હતા. ગડકરીની સામે જ્યાં સતત ત્રીજીવાર ન માત્ર જીતવાનો પડકાર હતો પરંતુ અંતર પણ વધારવાનો દબાવ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો