Home Desh High Drama in Parliament: લોકસભામાં રાજકીય ભૂકંપ સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ...

High Drama in Parliament: લોકસભામાં રાજકીય ભૂકંપ સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, સ્પીકરે ગૃહમાં ન જવાનો લીધો નિર્ણય

0
280
High Drama in Parliament
High Drama in Parliament

High Drama in Parliament: સંસદના બજેટ સત્ર દરમિયાન દેશના રાજકારણમાં એક મોટી હલચલ મચી છે. વિપક્ષી દળોએ મંગળવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ ઔપચારિક રીતે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રજૂ કરી દીધી છે. આ નોટિસ પર કુલ 118 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે, જે સ્પીકરની કાર્યશૈલી સામે વિપક્ષનો આક્રોશ દર્શાવે છે.

High Drama in Parliament

High Drama in Parliament: ઓમ બિરલાનો મહત્વનો નિર્ણય

સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ, નોટિસ રજૂ થયા બાદ સ્પીકર ઓમ બિરલાએ એક મોટો નિર્ણય લીધો છે. જ્યાં સુધી આ અવિશ્વાસ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય ન લેવાય અથવા તેને ફગાવી દેવામાં ન આવે, ત્યાં સુધી તેઓ લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેવા નહીં જાય. તેઓ સ્પીકરની ખુરશીથી દૂર રહેશે અને પ્રસ્તાવના નિકાલ બાદ જ પોતાની જવાબદારી ફરી સંભાળશે.

High Drama in Parliament: 9 માર્ચના રોજ થશે ચર્ચા

બજેટ સત્રના વર્તમાન તબક્કાનો છેલ્લો દિવસ 13 ફેબ્રુઆરી છે. ત્યારબાદ સંસદમાં વેકેશન રહેશે અને 8 માર્ચથી ફરી ગૃહની કાર્યવાહી શરૂ થશે. વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા આ પ્રસ્તાવ પર 9 માર્ચના રોજ સદનમાં ચર્ચા થવાની શક્યતા છે.

High Drama in Parliament: બજેટ સત્રમાં સતત અવરોધ

મંગળવારે બજેટ સત્રના 10મા દિવસે પણ સંસદમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. ગૃહની કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી હતી. છેવટે બપોરે 2 વાગ્યે કાર્યવાહી શરૂ થઈ શકી હતી, જેમાં કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે બજેટ પર ચર્ચાની શરૂઆત કરી હતી.

સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની આ ઘટનાએ ભારતીય સંસદીય ઇતિહાસમાં એક ગંભીર પરિસ્થિતિ ઊભી કરી છે, જેના કારણે આગામી દિવસોમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેનો સંઘર્ષ વધુ તેજ બનવાના એંધાણ છે.

High Drama in Parliament
High Drama in Parliament
High Drama in Parliament

વધુ સમાચાર વાંકચવા માટે અંહી ક્લિક કરો

ahmedabad news:  અમદાવાદીઓ પાણી સાચવીને વાપરજો: કોતરપુર પ્લાન્ટમાં શટડાઉનને પગલે આજે સાંજથી પાણી કાપ, આવતીકાલે અનેક વિસ્તારોમાં અસર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે