Home Desh Law Ministry Data: ન્યાયમાં વિલંબનું અસલી કારણ: ભારતમાં 10 લાખની વસ્તીએ માત્ર...

Law Ministry Data: ન્યાયમાં વિલંબનું અસલી કારણ: ભારતમાં 10 લાખની વસ્તીએ માત્ર 22 જજ, ચીન અને અમેરિકાની સરખામણીએ આપણે ક્યાં?

0
304
Law Ministry Data
Law Ministry Data

Law Ministry Data: દેશની અદાલતોમાં લાખો કેસો પેન્ડિંગ હોવાનું મુખ્ય કારણ હવે સામે આવ્યું છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ડેટા મુજબ, ભારતમાં પ્રતિ 10 લાખની વસ્તી પર માત્ર 22 જજ છે. આ આંકડો વિકસિત દેશોની સરખામણીએ અત્યંત ઓછો છે, જે દર્શાવે છે કે ભારતીય ન્યાયતંત્ર પર કામનું ભારણ કેટલું અસહ્ય છે.

Law Ministry Data

Law Ministry Data: વૈશ્વિક સરખામણી: ભારત ઘણું પાછળ

વસ્તી અને જજોના ગુણોત્તર (Judge-to-Population Ratio) મામલે ભારત અન્ય દેશોની તુલનામાં ખૂબ જ પાછળ છે:

  • ચીન: પ્રતિ 10 લાખની વસ્તીએ 300 જજ.
  • યુરોપિયન દેશો: પ્રતિ 10 લાખની વસ્તીએ 220 જજ.
  • અમેરિકા: પ્રતિ 10 લાખની વસ્તીએ 150 જજ.
  • ભારત: પ્રતિ 10 લાખની વસ્તીએ માત્ર 22 જજ.

Law Ministry Data: 38 વર્ષ જૂની ભલામણ પણ હજુ અધૂરી

કાયદા પંચે 1987માં ભલામણ કરી હતી કે દેશમાં ઝડપી ન્યાય માટે 10 લાખની વસ્તીએ જજોની સંખ્યા 50 હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે પણ 2002માં આ આંકડો 2007 સુધીમાં હાંસલ કરવા નિર્દેશ આપ્યો હતો. જોકે, વર્ષ 2026માં પણ આપણે તે લક્ષ્યાંકથી અડધા પણ નથી પહોંચ્યા.

Law Ministry Data

ખાલી જગ્યાઓનો પહાડ

ન્યાય મંત્રાલયના ડેટા મુજબ:

  • જિલ્લા અદાલતો: કુલ 25,439 મંજૂર જગ્યાઓમાંથી લગભગ 5,000 જગ્યાઓ ખાલી છે.
  • હાઈકોર્ટ: 1,122 મંજૂર જગ્યાઓ સામે અંદાજે 300 જગ્યાઓ ખાલી છે.
  • સુપ્રીમ કોર્ટ: 34 મંજૂર જગ્યાઓમાંથી હાલ 33 જજ કાર્યરત છે.

Law Ministry Data: ગુજરાત અને અન્ય રાજ્યોની સ્થિતિ

વિભિન્ન રાજ્યોમાં પણ આ ગુણોત્તર અલગ-અલગ છે. પશ્ચિમ બંગાળમાં સ્થિતિ સૌથી ગંભીર છે:

  • મિઝોરમ: 67.44 (સૌથી વધુ)
  • દિલ્હી: 53.43
  • ગુજરાત: 28.46
  • બિહાર: 19.45
  • પશ્ચિમ બંગાળ: 12.05 (સૌથી ઓછું)

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક

History at Motera: ટી-20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક ‘ડબલ સુપર ઓવર’: સાઉથ આફ્રિકા સામે અફઘાનિસ્તાનનો રોમાંચક પરાજય, કેશવ મહારાજ બન્યા હીરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે