Home Desh Data is the New Oil: સંસદમાં ઘમસાણ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો...

Data is the New Oil: સંસદમાં ઘમસાણ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવશે સરકાર, ‘એપસ્ટિન ફાઈલ’ અને ‘અદાણી’ મુદ્દે પીએમ પર કર્યા હતા પ્રહાર

0
253
Data is the New Oil
Data is the New Oil

Data is the New Oil: લોકસભામાં બજેટ પરની ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીના તીખા તેવર અને ગંભીર આરોપો બાદ હવે કેન્દ્ર સરકાર તેમને ઘેરવાની તૈયારીમાં છે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી છે કે સરકાર રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ (Privilege Motion) નો પ્રસ્તાવ લાવશે.

Data is the New Oil

Data is the New Oil: રાહુલ ગાંધીના ભાષણના મુખ્ય અંશ: ‘ગ્રીપ, ચોક અને ટેપ’

રાહુલ ગાંધીએ માર્શલ આર્ટ્સની ટેકનિકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જેમ રાજકારણમાં પણ ‘ગ્રીપ’ (પકડ) અને ‘ચોક’ (ગળું દબાવવું) જેવી છુપી રમત રમાય છે. તેમણે આરોપ લગાવ્યો કે ભારત હાલમાં એક ખતરનાક વિશ્વમાં પ્રવેશી રહ્યું છે જ્યાં AI, ડેટા અને એનર્જીનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે.

Data is the New Oil: ગંભીર આરોપોની વણઝાર:

  • એપસ્ટિન ફાઈલ અને અદાણી: રાહુલ ગાંધીએ દાવો કર્યો કે અદાણી નહીં પણ પીએમ મોદી ટાર્ગેટ પર છે કારણ કે અદાણી કંપની ભાજપનું ફાઈનાન્શિયલ સ્ટ્રક્ચર છે. તેમણે ‘એપસ્ટિન ફાઈલ’નો ઉલ્લેખ કરી હરદીપ સિંહ પુરી અને અનિલ અંબાણી પર પણ નિશાન સાધ્યું હતું.
  • અમેરિકા સામે ‘સરન્ડર’: તેમણે કહ્યું કે સરકારે ભારતનો ડેટા અને કૃષિ ક્ષેત્ર અમેરિકા સામે ગીરવે મૂકી દીધું છે. ટેરિફ 3% થી વધીને 18% થવા છતાં સરકાર ચૂપ છે.
  • ડેટા સિક્યુરિટી: રાહુલ ગાંધીએ ડેટાને ‘નવું પેટ્રોલ’ ગણાવતા કહ્યું કે અમેરિકાને પોતાનું વર્ચસ્વ ટકાવવા ભારતીય ડેટાની જરૂર છે અને સરકારે તેમાં ભારતના હિતોનું રક્ષણ કર્યું નથી.
Data is the New Oil

Data is the New Oil: સરકારનો વળતો પ્રહાર: “ગૃહને ગેરમાર્ગે દોર્યો”

કિરેન રિજિજુએ રાહુલ ગાંધીના ભાષણને પાયાવિહોણું ગણાવતા કહ્યું કે, “રાહુલ ગાંધીએ કોઈપણ નોટિસ વગર મંત્રીઓ અને પીએમ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ ગૃહની ગરિમાનું ઉલ્લંઘન છે.” સરકારે રાહુલ ગાંધીને તેઓએ ઉઠાવેલા મુદ્દાઓના પુરાવા રજૂ કરવા પડકાર ફેંક્યો છે.

Data is the New Oil: વિપક્ષનું વૉકઆઉટ અને સભાપતિની નારાજગી

ભાષણ દરમિયાન વારંવાર મંત્રીઓના નામ લેવા બદલ લોકસભા અધ્યક્ષે રાહુલ ગાંધીને ટકોર કરી હતી કે આ વિપક્ષના નેતા તરીકે યોગ્ય વર્તન નથી. રાહુલ ગાંધીના ભાષણ બાદ સમગ્ર વિપક્ષે લોકસભામાંથી વૉકઆઉટ કર્યું હતું. ભાજપના નેતા અનુરાગ ઠાકુરે કટાક્ષ કરતા કહ્યું કે, “રાહુલ ગાંધી ગ્રીપની વાત કરી રહ્યા હતા અને પોતે ગ્રીપ બતાવીને ભાગી ગયા.”

આ ઘટનાક્રમે સાબિત કર્યું છે કે આગામી દિવસોમાં સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેના સબંધો વધુ તણાવપૂર્ણ બનશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

Law Ministry Data: ન્યાયમાં વિલંબનું અસલી કારણ: ભારતમાં 10 લાખની વસ્તીએ માત્ર 22 જજ, ચીન અને અમેરિકાની સરખામણીએ આપણે ક્યાં?

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે