New rules for credit card users : ક્રેડીટ કાર્ડની બીલ તારીખ હવે તમે નક્કી કરી શકશો

0
240
New rules for credit card users
New rules for credit card users

New rules for credit card users: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડ યુઝર્સને મોટી રાહત આપી છે, જે અંતર્ગત ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. આરબીઆઈએ ક્રેડિટ કાર્ડને લઈને બેંકો અને ફાઈનાન્સ કંપનીઓની મનમાની સમાપ્ત કરવા તૈયારી કરી છે. નવા નિયમ મુજબ હવે ગ્રાહકો પાસે તેમની પસંદગીનું ક્રેડિટ કાર્ડ પસંદ કરવાનો વિકલ્પ હશે. યુઝર્સ તેમની સુવિધા અનુસાર બિલિંગ ચક્ર પણ પસંદ કરી શકશે. નવા નિયમમાં ગ્રાહકો તેમના ક્રેડિટ કાર્ડના બિલિંગ અથવા સ્ટેટમેન્ટની તારીખ તેમની સુવિધા અનુસાર સરળતાથી બદલી શકશે. આ નિયમ 7 માર્ચ, 2024થી લાગુ કરવામાં આવ્યો છે. 

New rules for credit card users

New rules for credit card users :   હવે તમે ક્રેડિટ કાર્ડની બીલ તારીખ બદલી શકો છો

New rules for credit card users : આરબીઆઈએ ક્રેડિટ કાર્ડ ધારકોને ઓછામાં ઓછા એક વાર બિલિંગ સર્કલ અથવા ડ્યૂ ડેટ બદલવાનો વિકલ્પ આપ્યો છે. આ એક એવી સુવિધા છે, જેના હેઠળ જો તમે ડ્યૂ ડેટ પર તમારી પાસે પૈસા ન હોય તો, તમે ક્રેડિટ કાર્ડ બિલિંગ સર્કલને બદલી શકો છો.  તમે તમારી અનુકૂળતા અને રોકડ પ્રવાહ અનુસાર ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટની તારીખ નક્કી કરી શકો છો. અને ક્રેડિટ કાર્ડમાં વ્યાજમુક્ત સમયગાળાને વધારી શકો છો.

New rules for credit card users

New rules for credit card users બેંકના ઓનલાઈન પોર્ટલ પર જઈને બદલી શકો છો ડ્યૂ ડેટ

New rules for credit card users

ક્રેડિટ કાર્ડના બિલિંગ સર્કલ અથવા ડ્યૂ ડેટ બદલવા માટે તમારી બેંકના ઓનલાઈન પોર્ટલ પર જઈને સરળતાથી બદલી શકો છો. આ સિવાય તમે ગ્રાહક સુવિધા કેન્દ્ર, ઈમેલ આઈડી, ઈન્ટરેક્ટિવ વોયસ રિસ્પોંસ (IVR), ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ એપ તેમજ કોઈ અન્ય મોડનો ઉપયોગ કરી શકો છો. સેન્ટ્રલ બેંકે બેંકો અને ફાઈનાન્સ કંપનીઓની એવું પણ કહ્યું છે કે, ગ્રાહકોને જારી કરવામાં આવેલા ક્રેડિટ કાર્ડ માટે કોઈ પણ નેટવર્ક પસંદ કરવાનો અધિકાર આપો. તેનો મતલબ એવો થયો કે, તમે ડ્યૂ ડેટ બદલવાની સાથે સાથે ક્રેડિટ કાર્ડ માટે તમારી સુવિધા પ્રમાણે કોઈ પણ નેટવર્ક પસંદ કરી શકો છો. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો