Congress Candidate List: વારાણસીમાં વડાપ્રધાન મોદી બનામ અજય રાય, કોંગ્રેસની ચોથી યાદી જાહેર, કોણ ક્યાંથી ચૂંટણી લડશે?

0
446
Congress Candidate List: વારાણસીમાં વડાપ્રધાન મોદી બનામ અજય રાય, કોંગ્રેસની ચોથી યાદી જાહેર, કોણ ક્યાંથી ચૂંટણી લડશે?
Congress Candidate List: વારાણસીમાં વડાપ્રધાન મોદી બનામ અજય રાય, કોંગ્રેસની ચોથી યાદી જાહેર, કોણ ક્યાંથી ચૂંટણી લડશે?

Congress Candidate List: લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની ચોથી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 45 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ રાજગઢ લોકસભા સીટથી, યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય વારાણસીથી, ઈમરાન મસૂદ સહારનપુરથી, વીરેન્દ્ર રાવત હરિદ્વારથી અને દાનિશ અલી અમરોહાથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસે રાજસ્થાનની નાગૌર બેઠક રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP) માટે છોડી દીધી છે.

આ યાદીમાં (Congress Candidate List) મધ્યપ્રદેશની 12, ઉત્તર પ્રદેશની નવ, તમિલનાડુની આઠ, મહારાષ્ટ્રની ચાર, રાજસ્થાનની ત્રણ, મણિપુર, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડની બે-બે બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, આસામ, છત્તીસગઢ, આંદામાન-નિકોબાર અને મિઝોરમની એક-એક લોકસભા સીટ માટે પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસે પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રખ્યાત મુસ્લિમ નેતા ઈમરાન મસૂદને સહારનપુરથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. પૂર્વ સાંસદ પીએમ પુનિયાના પુત્ર તનુજ પુનિયાને ઉત્તર પ્રદેશની બારાબંકી સીટથી ટિકિટ આપવામાં આવી છે.

વિકાસ ઠાકરેને મહારાષ્ટ્રના નાગપુરથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સામે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તમિલનાડુમાં કોંગ્રેસે વિરુધુનગરથી તેના સાંસદો મણિકમ ટાગોરને, શિવગંગાઈથી કાર્તિ ચિદમ્બરમ, કરુરથી જ્યોતિ મણિ અને કન્યાકુમારીથી વિજય વસંતને મેદાનમાં ઉતાર્યા છે.

Congress Candidate List
Congress Candidate List
Congress Candidate List

Congress Candidate List: અત્યાર સુધીમાં 185 ઉમેદવારોના નામ જાહેર

અગાઉ 21 માર્ચે કોંગ્રેસે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી, જેમાં 57 નામ સામેલ હતા. યાદીમાં અરુણાચલ પ્રદેશની 2, ગુજરાતની 11, કર્ણાટકની 17, મહારાષ્ટ્રની 7, તેલંગાણાની 5, પશ્ચિમ બંગાળની 8 અને પુડુચેરીની એક બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ સિવાય કોંગ્રેસે રાજસ્થાનમાંથી 5 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે એક સીટ સીપીઆઈ(એમ)ને આપવામાં આવી હતી. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 અને બીજી યાદીમાં 43 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો