નેતન્યાહૂની ગોળી મારીને હત્યા કરી દેવી જોઈએ’: રાજમોહન ઉન્નીથન

0
163
નેતન્યાહૂની ગોળી મારીને હત્યા કરી દેવી જોઈએ': રાજમોહન ઉન્નીથન
નેતન્યાહૂની ગોળી મારીને હત્યા કરી દેવી જોઈએ': રાજમોહન ઉન્નીથન

કોંગ્રેસના સાંસદ રાજમોહન ઉન્નિતની ટિપ્પણી

નેતન્યાહૂની ગોળી મારીને હત્યા કરી દેવી જોઈએ : રાજમોહન ઉન્નિત

 કોંગ્રેસના સાંસદની ટિપ્પણીથી સર્જાયો વિવાદ

નેતન્યાહૂની ગોળી મારીને હત્યા કરી દેવી જોઈએ આ નિવેદન કોંગ્રેસના સાસંદ રાજમોહન ઉન્નીથને આપ્યું છે. કોંગ્રેસના સાંસદ રાજમોહન ઉન્નીથને ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિશે આવી ટિપ્પણી કરી હતી, જેનાથી વિવાદ થયો હતો. કેરળના કાસરગોડમાં પેલેસ્ટાઈન એકતા રેલીમાં તેમણે કહ્યું કે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ યુદ્ધ અપરાધી છે અને તેમને ટ્રાયલ વિના ગોળી મારી દેવી જોઈએ.

તેમણે કહ્યું, ન્યુરેમબર્ગ ટ્રાયલ નામની કોઈ વસ્તુનો ઉપયોગ યુદ્ધ અપરાધોમાં સામેલ લોકોને દંડ આપવા માટે કરવામાં આવ્યો હતો. ન્યુરેમબર્ગ ટ્રાયલ્સમાં, યુદ્ધના ગુનેગારોને ટ્રાયલ વગર ગોળી મારી દેવામાં આવતી હતી. હવે ન્યુરેમબર્ગ ટ્રાયલને ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. બેન્જામિન નેતન્યાહુ યુદ્ધના ગુનેગાર છે. નેતન્યાહુને વગર ટ્રાયલે ગોળી મારવાનો સમય આવી ગયો છે કારણ કે તે એ સ્તરની ક્રૂરતા કરી રહ્યા છે.

23મી નવેમ્બરે કોઝિકોડમાં રેલી યોજાશે

તેમણે એમ પણ કહ્યું કે જિનીવા સંમેલનના તમામ કરારોને તોડનારાઓને સજા મળવી જોઈએ. કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC) ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં 23 નવેમ્બરે કોઝિકોડમાં એક રેલીનું આયોજન કરવા જઈ રહી છે. જેનું ઉદ્ઘાટન ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ કરશે.

‘અમેરિકા મુસ્લિમોને નિશાન બનાવી રહ્યું છે’

કોંગ્રેસ નેતા રાજમોહન ઉન્નીથન અહીં જ ન અટક્યા, બેન્જામિન નેતન્યાહુ સિવાય કોંગ્રેસ નેતાએ કાસરગોડમાં અમેરિકા પર પણ નિશાન સાધ્યું. તેણે કહ્યું, “અમેરિકાએ ઇરાકમાં 10 લાખ અરબ કે મુસ્લિમોને માર્યા, તેણે અફઘાનિસ્તાનમાં 70 લાખ મુસ્લિમોને માર્યા, તેણે કોરિયા અને વિયેતનામમાં નિર્દોષોને માર્યા પરંતુ અમેરિકા હજી પણ યુદ્ધથી સંતુષ્ટ નથી, .

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ