INDvAUS : World Cup Final ને લઈને બંધ કરાયા અમદાવાદના રસ્તા, જાણો ટ્રાફિક એડવાઇઝરી

0
77
Traffic Advisory
Traffic Advisory

World Cup Final /Traffic Advisory : ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ (#CWC23Final) ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાઈ રહી છે. વર્લ્ડ કપની ફાઈનલ જોવા માનવ મહેરામણ ઉમટી પડશે તેવામાં સ્વાભાવિક છે કે અમદાવાદમાં ક્રિકેટ પ્રેમીઓની ભારે ભીડને ધ્યાનમાં લેતાં અમદાવાદનાં પોલીસ કમિશ્નરે સિટી માટે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે.

World Cup Final Traffic advisory during Final

  • World Cup Final (#WorldcupFinal) પહેલાં અમદાવાદનાં લોકો માટે એડવાઈઝરી જાહેર
  • ટ્રાફિક મેનેજમેંટને લઈને પોલીસે જાહેર કરી એડવાઈઝરી (Traffic Advisory)
  • ફાઈનલ મેચ (#INDvAUS) ને ધ્યાનમાં લેતાં કેટલાક રસ્તાઓ પ્રતિબંધિત કરવામાં આવશે

Traffic advisory for Cricket matches
Traffic advisory for Cricket matches

માનસી સર્કલ તરફનો રસ્તો પ્રતિબંધિત | Traffic Advisory :
અમદાવાદ સિટી પોલીસ કમિશ્નરે માનસી સર્કલથી કેશવબાગ ટી જંક્શન સુધીના રસ્તામાં અવરજવર પર પ્રતિબંધ મુક્યો છે. આ પ્રતિબંધ ટીમ (भारतीय टीम) નાં ITC નર્મદા હોટલ છોડવાનાં અડધો કલાક પહેલા લાગૂ પડશે અને મેચ બાદ ટીમ (टीम इंडिया) ની હોટલમાં વાપસીનાં 30 મિનીટ પહેલા પોલીસ દ્વારા જરૂરિયાત અનુસાર પ્રતિબંધો લગાડવામાં આવશે.

કયો વૈકલ્પિક માર્ગ –  વિગત જાણો | Traffic Advisory :
માનસી ચાર રસ્તાથી ડાબી બાજુ શહીદ ચોક વસ્ત્રાપુર તળાવ થી જમણી બાજુ અંધજન ઓવરબ્રિજ નીચે ચાર રસ્તાથી જમણી બાજુ વળી કેશવબાગ તરફ અવર-જવર કરી શકાશે. માનસી ચાર રસ્તાથી જમણી બાજુ વળી જોધપુર ચાર રસ્તાથી ડાબી બાજુ વળી શિવરંજની ચાર રસ્તાથી ડાબી બાજુ વળી કેશવબાગ તરફ અવર-જવર કરી શકાશે.

જાણો કયા રસ્તાઓ પર પણ પ્રતિબંધ :
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝનવાળા માર્ગોમાં જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ (नरेंद्र मोदी स्टेडियम) નાં મુખ્ય ગેટ થી કૃપા રેસીડેન્સી થઈ મોટેરા સુધી જતો માર્ગ બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે લોકો તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત-ટી થી જનપથ-ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીનાં માર્ગનો ઉપયોગ કરી શકશે.

#INDvAUS, #WorldcupFinal, #CWC23Final, टीम इंडिया, भारतीय टीम, India India, Chak De India, #IndiaVsAustralia, #RohithSharma𓃵, #NarendraModiStadium,