NDA MEETINGS : NDA ની બેઠક પૂર્ણ, જેડીયુને 3 તો TDP ને 6 મંત્રાલયો અપાય તેવી શક્યતા  

0
143
NDA MEETINGS
NDA MEETINGS

NDA MEETINGS : લોકસભા ચૂંટણી બાદ સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. સૌથી મોટી પાર્ટી NDAની પ્રથમ બેઠક આજે પીએમ આવાસ પર ચાલી રહી હતી જે બેઠક પૂર્ણ થઇ ગઈ છે, અમિત શાહ પીએમ આવાસથી રવાના થઇ ગયા છે, આજની બેઠકમાં સરકારની રચના સંબંધિત નિર્ણયો લેવામાં આવ્યાનું સુત્રો કહી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર બનાવવાનો દાવો આજે જ કરવામાં આવી શકે છે. ગઠબંધનના તમામ પક્ષો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે.

NDA MEETINGS

NDA MEETINGS :  આ બેઠકમાં જેડીયુના નેતા અને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર, ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ, એજેએસયુના વડા સુદેશ મહતો, આરએલડીના જયંત ચૌધરી, જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે, એલજેપી (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાન, અપના આદિવાસી વગેરે હાજર રહ્યા હતા. અપના દલ (સોનેલાલ)ના નેતા અનુપ્રિયા પટેલ અને HAMના નેતા જીતનરામ માંઝીનો સમાવેશ થાય છે.

NDA MEETINGS :  કોને શું માંગ્યું ?

NDA MEETINGS


NDA MEETINGS :  સુત્રોનું માનીએ તો ટીડીપીએ 6 મંત્રાલયોની સાથે સ્પીકર પદની માગ કરી હતી.જયારે  જેડીયુએ 3 મંત્રાલયોની માગ કરી છે, ચિરાગે 2 (એક કેબિનેટ, એક સ્વતંત્ર હવાલો), માંઝીએ એક, શિંદેએ 2 (એક કેબિનેટ, એક સ્વતંત્ર હવાલો) મંત્રાલયની માગ કરી છે. સાથે જ જયંતે કહ્યું છે કે ચૂંટણી પહેલાં અમને મંત્રી પદનું વચન આપવામાં આવ્યું હતું. તેવી જ રીતે અનુપ્રિયા પટેલ પણ મંત્રી પદ ઈચ્છે છે.

NDA MEETINGS

NDA MEETINGS :  નોંધનીય છે કે મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. એનડીએના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી છે. જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે 7 જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં સવારે 11 વાગ્યે એનડીએના તમામ સાંસદોની બેઠક મળશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો