આ ગામમાં પાણી માટે પહાડ પર ચડીને સંઘર્ષ કરે છે મહિલાઓ

0
143

નાસિકના બોરધાપાડા ગામમાં પાણીની સુવિધાનો અભાવ

ભારતમાં દરેક ગામમાં પીવાના પાણીની સગવડ પહોંચાડવાની પ્રાથમિક જરૂરિયાત દરેક સરકારની છે પરંતુ મહારાષ્ટ્ર ના આ ગામમાં આ આઝાદીના 75 વર્ષ પછી પણ પાણી માટે સંઘર્ષ મહિલાઓ કરી રહી છે.

આ મહિલાઓને પાણી માટે પહાડ પર ચડીને આશરે બે કિલોમીટર ચાલે છે. કુવામાંથી પાણી લેવા જતી મહિલાઓને કદાચ ખબર નહિ હોય કે દેશ આઝાદીનો અમૃત કાળ ઉજવી રહ્યો છે .

મહારાષ્ટ્રના રાજકારણમાં અનેક ફેરફારો જનતાએ જોયા છે. રાજકીય દાવપેચ હોય કે સરકારના વિકાસની વાતો પરંતુ નાસિક નજીક આવેલા આ આદિવાસી ગામની વાત કરીએ તો દરેક સરકારના દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં સત્તા મેળવવા પક્ષોની હોડ જે રીતે લાગી છે તે જોતા આ સમસ્યા ક્યારે હલ થશે તે વિચારવું મુશ્કેલ છે.

ઠાકરે બંધુઓ હોય કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કે પછી રોટલી પલટાવાની વાત કરતા NCPના રાજનેતા કે પછી સત્તાધારી ભાજપ અને શિંદે જૂથ શિવસેના આ તમામ રાજનેતાઓએ પોતાના રાજ્યની આ સમસ્યાને પલટાવી જોઈએ ..

વધુ સમાચાર માટે જોતા રહો VR લાઈવ

સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ