HomeGujaratનરોડા ગામ હત્યાકાંડનો ચુકાદો HCમાં પડકારાશે

નરોડા ગામ હત્યાકાંડનો ચુકાદો HCમાં પડકારાશે

અમદાવાદ નરોડા ગામ હત્યાકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. નરોડા ગામ હત્યાકાંડ મામલે સ્પેશ્યલ કોર્ટના ચુકાદાને સુપ્રીમકોર્ટે રચેલી SIT ગુજરાત હાઈકોર્ટમાં પડકારશે. SIT સ્પેશ્યલ કોર્ટના ચુકાદાની કોપીનો અભ્યાસ કરી રહી છે. ચુકાદાની કોપીનો અભ્યાસ કર્યા બાદ તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મજબૂત અને વિશ્વસનીય પૂરાવા હોવાથી SITના ચુકાદાને HCમાં પડકારાશે. મહત્વનું છે કે, સ્પે.જજ એસ.કે બક્ષીએ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments