N Vaghul Passes Away : દિગ્ગજ બેન્કર એન વાઘુલનું સ્વાસ્થ સંબંધિત જટિલતાને પગલે આજે બપોરે અવસાન થયું છે. તેઓ 88 વર્ષના હતા. વાઘુલને ભારતીય બેન્કિંગ ક્ષેત્રના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવતા હતા. તેમણે બેન્કિંગ સેક્ટરમાં અનેક ઉચ્ચ પદો પર રહીને કામગીરી કરી છે.
N Vaghul Passes Away : તેમણે ICICIને એક જાહેર નાણાકીય સંસ્થાથી ખાનગી ક્ષેત્રની બેન્ક તરીકે તબદિલ કરવાનો શ્રેય આપવામાં આવે છે. તેઓ વર્ષ 1985થી 11 વર્ષ સુધી ICICIના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર રહી ચુક્યા છે. તેમની નાદુરસ્ત તબિયતને પગલે ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને વેન્ટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
N Vaghul Passes Away : પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2006માં તેમને દેશના ત્રીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે ભારતીય સ્ટેટ બેંક (SBI)માં એક અધિકારી તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેઓ વર્ષ 1981માં 44 વર્ષની ઉંમરે બેન્ક ઓફ ઈન્ડિયાના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર બન્યા છે. જોકે ટૂંક સમયમાં જ ICICIના CMD તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી.
N Vaghul Passes Away : આનંદ મહિન્દ્રાએ શ્રદ્ધાંજલિ અર્પી
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં એન વાઘુલને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું આજે ભારતીય બેન્કિંગના ભીષ્મ પિતામહ-એન વાઘુલનું અવસાન થતા હું શોકગ્રસ્ત છું. આ શોક ફક્ત ભારતીય વેપાર જગતના એક દિગ્ગજ માટે નહીં પણ તે પૈકી સૌથી પ્રેરણાદાયક તથા ઉદાર વ્યક્તિઓ પૈકી એક માટે છે. તેઓ ઘણા વર્ષો સુધી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના બોર્ડ મેમ્બર રહ્યાં હતા. જ્યારે મે CEO તરીકે કાર્યભાર સંભાવ્યો ત્યારથી સારા અને ખરાબ સમયમાં તેમના તરફથી સતત સમર્થન તથા પ્રોત્સાહન મળતું રહ્યું છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો