Mozambique News : મોઝામ્બિકના ઉત્તરી કિનારે 130 થી વધારે લોકોથી ભરેલી બોટ ડૂબી જતાં 91થી વધુ લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે, . અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે લગભગ 130 લોકોને લઈને ફિશિંગ બોટ નામપુલા પ્રાંત નજીકના એક ટાપુ પર જઈ રહી હતી. નમ્પુલા સ્ટેટ સેક્રેટરી જેમે નેટોએ જણાવ્યું હતું કે. બોટ મુસાફરોને લઈ જવાની ક્ષમતા કરતાં વધુ ભરેલી હોવાથી ડૂબી ગઈ હતી. જેમાં 91 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃત્યુ પામેલાઓમાં ઘણા બાળકો પણ સામેલ છે.
Mozambique News : કોલેરાથી બચવા શહેર છોડીને ભાગી રહ્યા હતા સ્થાનિકો
પૂર્વ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં રવિવારે મોડી રાત્રે એક બોટ ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં 91 લોકોના મોત થયા હતા. તેમાં ઘણાં બાળકો પણ સામેલ છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.બ્રિટિશ મીડિયા બીબીસીના જણાવ્યા અનુસાર, ફિશિંગ બોટમાં 130 લોકો સવાર હતા, જે તેની ક્ષમતા કરતાં વધુ હતા. જેમાંથી અત્યાર સુધીમાં 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજી ઘણા લોકો ગુમ છે.આ લોકો મોઝામ્બિકના નામપુલા પ્રાંતના લુંગા શહેરથી મોઝામ્બિકના મુખ્ય ટાપુ પર જઈ રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ કોલેરાના રોગથી બચવા માટે પલાયન કરી રહ્યા હતા.
Mozambique News : આ ઘટના સાથે જોડાયેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આમાં લોકોને બચાવવામાં આવી રહ્યા છે અને દરિયા કિનારે ઘણા મૃતદેહો પડેલા દેખાય છે.બચાવકર્તાઓને પાંચ બચી ગયેલા વ્યક્તિ મળી આવ્યા હતા અને તેઓ અન્યને શોધી રહ્યા હતા પરંતુ દરિયાની સ્થિતિ ઓપરેશનને મુશ્કેલ બનાવી રહી હતી. નેટોએ જણાવ્યું હતું કે, મોટાભાગના મુસાફરો કોલેરા વિશે ખોટી માહિતીને કારણે ગભરાટથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
Mozambique News : એવું કહેવાય છે કે મોઝામ્બિક દુનિયાના સૌથી ગરીબ દેશોની યાદીમાં 181માં ક્રમે આવે છે અને ત્યાં ભારતીયોની વસતી પણ આશરે 70000ની આસપાસ છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો