Mohan Bhagwat:પાકિસ્તાનને ભારતની શાંતિની ભાષા સમજાતી નથી,મોહન ભાગવત નું મોટુ નિવેદન .#rss,#india,#mohanbhagwat,

0
169
Mohan Bhagwat:
Mohan Bhagwat:

Mohan Bhagwat: #rss,#india,#mohanbhagwat,ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા સંબંધોના માહોલ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે પાકિસ્તાન વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા છે. બેંગલુરુમાં યોજાયેલા કાર્યક્રમ **‘100 સાલ કી સંઘ યાત્રા – નયે ક્ષિતિજ’**માં સંબોધન દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “પાકિસ્તાન શાંતિ ઈચ્છતું નથી, જ્યારે ભારત હંમેશા શાંતિ માટે પ્રયત્નશીલ રહ્યું છે.”

Mohan Bhagwat:

Mohan Bhagwat: “ભારત હંમેશા પાકિસ્તાન સાથે શાંતિ ઈચ્છે છે, પરંતુ પાકિસ્તાન તેની કદર કરતું નથી. ભારત ઝઘડો શરૂ કરતું નથી, પરંતુ જો પાકિસ્તાન કરાર તોડશે કે ઉશ્કેરણી કરશે, તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. જેટલો પ્રયાસ પાકિસ્તાન કરશે, તેટલું નુકસાન એને જ થશે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “પાકિસ્તાનને ભારતની શાંતિની ભાષા સમજાતી નથી, તેથી તેને તેની જ ભાષામાં જવાબ આપવો પડશે — જે ભાષા તે સમજે છે. પાકિસ્તાન ભારતનું કશું બગાડી શકતું નથી, પણ તેના હઠીલા વલણના પરિણામે એને જ નુકસાન થશે.”

Mohan Bhagwat:

Mohan Bhagwat:ભાગવતે 1971 ના યુદ્ધનો ઉલ્લેખ કર્યો

ભાગવતે 1971ના યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે સમયે પાકિસ્તાને હુમલો કર્યો હતો અને તેને 90,000 સૈનિકો ગુમાવીને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. જો પાકિસ્તાન આવું વર્તન ચાલુ રાખશે, તો તેને ફરી એવો જ પાઠ શીખવો પડશે.

Mohan Bhagwat:

Mohan Bhagwat: ભાગવતે સાવચેત રહેવાની સલાહ આપી

અંતમાં ભાગવતે ભારતને સાવચેત રહેવાની સલાહ આપતાં કહ્યું કે, “ભારતે પાકિસ્તાનના દરેક પ્રયાસ માટે તૈયાર રહેવું પડશે. દરેક વખતે એને પસ્તાવો થાય એવું જડબાતોડ જવાબ આપવો જરૂરી છે. એક દિવસ પાકિસ્તાનને સમજાશે કે સહયોગમાં જ એની ભલાઈ છે.”

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :

Kutch news:લખપતમાં 14 વર્ષના કિશોરના ખિસ્સામાં ફાટ્યો મોબાઇલ,