Mohammed Shami :  ગુજરાત ટાઇટન્સને IPL પહેલા મોટો ફટકો,  મોહમ્મદ શમી IPL 2024માંથી બહાર થઇ શકે છે

0
163
Mohammed Shami
Mohammed Shami

IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત ટાઈટન્સનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી IPL 2024માંથી બહાર થઇ શકે છે. શમીને લઈને તેની ફ્રેન્ચાઈઝી ટીમ ગુજરાત ટાઇટન્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ BCCIના એક સૂત્રએ આ અંગે માહિતી આપી છે.

Mohammed Shami : ગુજરાત ટાઈટન્સની સમસ્યાઓ વધી

Mohammed Shami

IPL 2024માંથી જો મોહમ્મદ શમી બહાર થાય છે તો ગુજરાત ટાઇટન્સ માટે તે મોટો ઝાટકો હશે. ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા, પહેલાથી જ મુંબઈ ઇન્ડિયન્સમાં ચાલ્યો ગયો છે અને હવે ટીમમાં શમીની ગેરહાજરી ગુજરાત ટાઇટન્સ માટે મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે. હાર્દિક પંડ્યાના મુંબઈ ઇન્ડિયન્સમાં ગયા બાદ ગુજરાત ટાઇટન્સે ટીમની કમાન શુભમન ગિલને સોંપી દીધી છે. BCCIના એક સૂત્રે જણાવ્યું કે શમીને તેના ડાબા પગની ઘૂંટીમાં થયેલી ઈજાની સર્જરી માટે UK જવું પડશે અને તેના કારણે તે IPL 2024માંથી બહાર થઈ શકે છે.

Mohammed Shami: IPL 2023માં પર્પલ કેપ હોલ્ડર હતો

Mohammed Shami

IPL 2023માં મોહમ્મદ શમીએ પર્પલ કેપ જીતી હતી, આ સિવાય તેણે વર્લ્ડકપ 2023માં સૌથી વધુ વિકેટ પણ લીધી હતી. ક્રિકેટ ચાહકો લાંબા સમયથી તેની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શમીએ IPL 2023માં કુલ 28 વિકેટ લીધી હતી. IPL 2023માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ગુજરાત ટાઇટન્સના બોલરો ટોપ-3 સ્થાન પર હતા. શમી પછી આ યાદીમાં મોહિત શર્મા અને રાશિદ ખાનનું નામ હતું.

Mohammed Shami : છેલ્લે વર્લ્ડ કપમાં રમ્યો હતો

Mohammed Shami


33 વર્ષનો શમી ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝનો પણ ભાગ નથી. તેણે છેલ્લે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે વર્લ્ડ કપ ફાઈનલમાં રમ્યો હતો. સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે શમી જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં એંકલમાં વિશિષ્ટ ઈન્જેક્શન લેવા માટે લંડનમાં હતો અને તેને જણાવવામાં આવ્યું હતું કે ત્રણ સપ્તાહ બાદ તે ધીમે ધીમે દોડવાનું શરૂ કરી શકે છે. ત્યારબાદ તે રમી શકે છે. 

Mohammed Shami : ગુજરાત ટાઈટન્સનો ભાગ

Mohammed Shami


અત્રે જણાવવાનું કે મોહમ્મદ શમી આઈપીએલમાં હાલ  ગુજરાત ટાઈટન્સ ટીમ તરફથી રમે છે. ત્યારે આવી સ્થિતિમાં જો શમી ન હોય તો ગુજરાત ટાઈટન્સની ટીમને મોટો ફટકો પડી શકે છે. આઈપીએલમાં શમીની કરિયર ખુબ શાનદાર રહી છે. અત્યાર સુધીમાં 110 આઈપીએલ મેચો રમી છે. જેમાં તેણે 26.87 ની એવરેજ અને 8.44ના ઈકોનોમી રેટથી 127 વિકેટ લીધી છે. બે વખત 4-4 વિકેટ પણ લીધી છે. 

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे