PM Modi Addresses Nation: PM બોલ્યા-મહિલા અનામત બિલ પાસ ન થયું, માફી માગું છું:જે લોકોએ અડધી વસતીનો અધિકાર છીનવી લીધો, જનતા તેમને સજા જરૂર આપશે

0
163

PM Modi Addresses Nation:લોકસભામાં શુક્રવારે મહિલા અનામત સંબંધિત બંધારણ (131મો સુધારો) બિલ પસાર થઈ શક્યું ન હતું. આ બિલમાં લોકસભાની બેઠકો 543થી વધારીને 816 કરવાની અને મહિલાઓને 33% અનામત આપવાનો પ્રસ્તાવ હતો.

બિલની તરફેણમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા હતા, જ્યારે તેને પસાર કરવા માટે 352 મતોની જરૂર હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, PMએ શનિવારે કેબિનેટ મીટિંગમાં કહ્યું કે વિપક્ષે મહિલા અનામતનું સમર્થન ન કરીને ભૂલ કરી છે અને તેમને તેના પરિણામો ભોગવવા પડશે.

PM Modi Addresses Nation:કોંગ્રેસે જૂઠ્ઠાણું ફેલાવ્યું કે સીમાંકનથી કેટલાક રાજ્યોને નુકસાન થશે

વડાપ્રધાને કહ્યું– આ મહિલાઓ દેશની સેવા કરવા માંગે છે પરંતુ પરિવારવાદીઓના મનમાં અસુરક્ષાની ભાવના બેઠી છે. સીમાંકન પછી મહિલાઓનું કદ વધતું હોવાથી તેમણે બિલનો વિરોધ કર્યો. દેશની નારી શક્તિ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને આ પાપ માટે માફ નહીં કરે.

PMએ કહ્યું- કોંગ્રેસ અને તેના સાથી પક્ષો સીમાંકન પર સતત જુઠ્ઠાણું બોલી રહ્યા છે. તેઓ આ બહાને વિભાજનની આગને ભડકાવવા માંગે છે. આ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની રાજનીતિ અંગ્રેજો પાસેથી વારસામાં મળી છે.

PMએ કહ્યું- કોંગ્રેસે હંમેશા દેશમાં તિરાડ પાડનારી ભાવનાઓને હવા આપી છે. સીમાંકન પર જુઠ્ઠાણું ફેલાવ્યું કે કેટલાક રાજ્યોને નુકસાન થશે. અમે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ રાજ્યનું પ્રતિનિધિત્વ ઓછું નહીં થાય. તેમ છતાં કોંગ્રેસ, DMK, TMC જેવા પક્ષો માનવા તૈયાર ન થયા.

PMએ કહ્યું- કોંગ્રેસ પરોપજીવીની જેમ અન્ય પક્ષોના સહારે જીવંત છે

PMએ કહ્યું- કોંગ્રેસ પોતે જ ઘણા રાજ્યોમાં પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂકી છે. તે પરોપજીવીની જેમ અન્ય પક્ષોના સહારે જીવંત છે. તેઓ એ પણ નથી ઈચ્છતા કે પ્રાદેશિક પક્ષોની તાકાત વધે. આ બિલને રોકીને તેમણે રાજકીય ષડયંત્ર કર્યું છે. બધા વિપક્ષ આટલા વર્ષોથી દર વખતે એ જ બહાના બનાવતા આવ્યા છે.

મોદીએ કહ્યું- દેશ તેમની પેટર્ન સમજી ચૂક્યો છે. આ બિલના વિરોધનું મોટું કારણ છે કે આ પરિવારવાદી પક્ષોનો ડર. તેમને ડર છે કે મહિલા સશક્ત થઈ તો તેમની પાર્ટી ખતરામાં આવી જશે. તેઓ નહીં ઈચ્છે કે તેમના પરિવારની બહારની મહિલાઓ આગળ વધે.

“આ બિલ નહીં, મહિલાઓના હકનો મહાયજ્ઞ હતો”

વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ સુધારો 40 વર્ષથી અટકેલા મહિલાઓના અધિકારોને 2029ની આગામી લોકસભા ચૂંટણીથી અમલમાં લાવવા માટેનો એક પ્રામાણિક પ્રયાસ હતો. તેમણે કહ્યું કે:

“આ બિલ દેશની દીકરીઓને નવી તકો અને નવી ઉડાન આપવાનો મહાયજ્ઞ હતો. તેમની સામે રહેલા અવરોધો દૂર કરવાનો અમારો નિર્ધાર હતો, પરંતુ કોંગ્રેસ અને તેના સહયોગીઓએ ગૃહમાં આ આશાની ‘ભ્રૂણહત્યા’ કરી દીધી છે.”

PM Modi Addresses Nation:વડાપ્રધાન બોલ્યા- વિપક્ષને પાપની સજા ચોક્કસ મળશે

PMએ કહ્યું- જે પક્ષોએ બિલનો વિરોધ કર્યો, તેમને હું સ્પષ્ટપણે કહીશ કે આ લોકો મહિલા શક્તિને હળવાશથી લઈ રહ્યા છે. તેઓ ભૂલી રહ્યા છે કે 21મી સદીની મહિલા બધા પર નજર રાખી રહી છે. તે તેમની મંશા જોઈ રહી છે.

વડાપ્રધાને કહ્યું- મહિલા અનામતને રોકીને વિપક્ષે જે પાપ કર્યું છે, તેની તેમને સજા ચોક્કસ મળશે. આ પક્ષોએ બંધારણ નિર્માતાઓની ભાવનાઓનું અપમાન કર્યું છે. જનતાની સજાથી તેઓ બચી શકશે નહીં. ગૃહમાં આ કાયદો કોઈ પાસેથી કંઈ છીનવી રહ્યો ન હતો. કંઈક ને કંઈક આપવાનો હતો.

PM બોલ્યા- સ્વાર્થી રાજનીતિનું નુકસાન દેશની મહિલાને ભોગવવું પડ્યું

PMએ કહ્યું- કોંગ્રેસ, DMK, સપા જેવા પક્ષોની સ્વાર્થી રાજનીતિનું નુકસાન દેશની મહિલાને ભોગવવું પડ્યું. દેશની કરોડો મહિલાની નજર સંસદમાં હતી. દેશની મહિલા જોઈ રહી હતી. મને પણ જોઈને દુઃખ થયું કે મહિલા હિતનો પ્રસ્તાવ નામંજૂર થયો. ત્યારે કોંગ્રેસ, DMK, TMC, સપા જેવી પરિવારવાદી પાર્ટીઓ ખુશીથી તાળીઓ પાડી રહી હતી.

આ પણ વાંચો :રેલવેનો મોટો નિર્ણય ઉનાળાના વેકેશનમાં અમદાવાદ, મુંબઈ અને સુરતથી દોડશે સ્પેશિયલ ટ્રેનો, જાણો સંપૂર્ણ શિડ્યુલ