Home State Gujarat Dhandhuka Tense: ધંધુકામાં રક્તપાત બાઈક ઓવરટેક કરવા મુદ્દે યુવકની કરપીણ હત્યા, વિફરેલા...

Dhandhuka Tense: ધંધુકામાં રક્તપાત બાઈક ઓવરટેક કરવા મુદ્દે યુવકની કરપીણ હત્યા, વિફરેલા ટોળાએ દુકાનો સળગાવી; બે આરોપી ઝડપાયા

0
272
Dhandhuka Tense
Dhandhuka Tense

Dhandhuka Tense: અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં સામાન્ય ગણાતી બાઈક ઓવરટેક કરવાની બાબતે એક યુવાનનો ભોગ લીધો છે. આ હત્યાની ઘટના બાદ સમગ્ર શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ બજારમાં તોડફોડ કરી દુકાનોને આગ ચાંપતા પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે ઉતારી દેવામાં આવ્યો છે.

Dhandhuka Tense: સામાન્ય બોલાચાલીમાં ખેલાયો ખૂની ખેલ

Dhandhuka Tense

પ્રાપ્ત માહિતી અનુસાર, ધંધુકામાં બે પક્ષો વચ્ચે બાઈક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ જોતજોતામાં હિંસક વળાંક લઈ ગયો હતો. ઝપાઝપી દરમિયાન એક પક્ષે તીક્ષ્ણ હથિયાર (છરી) વડે યુવાનના પગના ભાગે ગંભીર ઘા ઝીંક્યા હતા. વધુ પડતું લોહી વહી જવાને કારણે ઘાયલ યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Dhandhuka Tense: હિંસક ટોળાનો આક્રોશ દુકાનોમાં આગજની

Dhandhuka Tense

યુવાનની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સ્થાનિકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ બજારમાં આવેલી કેટલીક દુકાનોને નિશાન બનાવી તોડફોડ કરી હતી અને આગ ચાંપી હતી. અચાનક ફાટી નીકળેલી હિંસાને પગલે વેપારીઓએ ટપોટપ દુકાનો બંધ કરી દીધી હતી અને સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

Dhandhuka Tense: પોલીસ એક્શન મોડમાં બેની ધરપકડ અને કોમ્બિંગ

ઘટનાની ગંભીરતાને જોઈને જિલ્લા પોલીસ વડા (SP) ઓમપ્રકાશ જાટ સહિત LCB અને SOGનો કાફલો તાત્કાલિક ધંધુકા દોડી આવ્યો હતો.

  • ઝડપી કાર્યવાહી: પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા 2 મુખ્ય આરોપીઓને દબોચી લીધા છે.
  • ચુસ્ત બંદોબસ્ત: તોડફોડ કરનારા તત્વોની ઓળખ કરી તેમને ડિટેઈન કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
  • શાંતિ સમિતિની બેઠક: ધારાસભ્ય કાળુ ડાભી અને સ્થાનિક આગેવાનો સાથે પોલીસે બેઠક યોજી શાંતિ જાળવવા અપીલ કરી છે.

વર્તમાન સ્થિતિ

Dhandhuka Tense

હાલ ધંધુકામાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. મૃતદેહના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા વિનંતી કરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : PM મોદી આજે રાત્રે 8:30 વાગ્યે દેશને સંબોધશે મહિલા અનામત અને સીમાંકન બિલ પર કરી શકે છે મોટી જાહેરાત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે