Home Health Modasa Horror:એમ્બ્યુલન્સમાં આગ લાગતાં નવજાત સહિત 4નાં ભડથું અરવલ્લીના મોડાસા નજીક કરુણ...

Modasa Horror:એમ્બ્યુલન્સમાં આગ લાગતાં નવજાત સહિત 4નાં ભડથું અરવલ્લીના મોડાસા નજીક કરુણ અકસ્માત,#AmbulanceFire,#ModasaAccident,#OxygenCylinderBlast,

0
654
Modasa Horror
Modasa Horror

Modasa Horror:#AmbulanceFire,#ModasaAccident,#OxygenCylinderBlast,અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે સોમવારની મધરાતે એક હૃદય કંપાવી દેતી ઘટના બની. સારવાર માટે અમદાવાદ લઈ જતી એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં નવજાત બાળક સહિત કુલ 4 લોકો જીવતા ભડથું થઈ ગયા. Ahmedabadની ઓરેન્જ હોસ્પિટલની આ એમ્બ્યુલન્સના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.

Modasa Horror:

Modasa Horror:પ્રાથમિક કારણ: ઓક્સિજન સિલિન્ડર ફાટ્યાની શંકા

અરવલ્લી કલેક્ટર પ્રશસ્તિ પારીકે જણાવ્યું કે એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટવાના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક સંભાવના છે. જોકે આગનું ચોક્કસ કારણ FSLની તપાસ બાદ સ્પષ્ટ થશે.

Modasa Horror:

Modasa Horror:ત્રીજું બાળક પણ નહોતું બચી શક્યું

લુણાવાડાના રહેવાસી જિજ્ઞેશ મોચીના ત્રીજા બાળકનો જન્મ લુણાવાડામાં થયો હતો. અગાઉ બે બાળકોનું પણ અવસાન થયું હતું. તાજા જન્મેલા બાળકને વધુ સારી સારવાર માટે પહેલા મોડાસા અને પછી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું હતું. હોસ્પિટલની એમ્બ્યુલન્સ જ પરિવારને લેવા આવી હતી.

મધરાતે ભડકેલી આગમાં ચારનાં મોત

એમ્બ્યુલન્સ ધનસુરા રોડ પર જઈ રહી હતી ત્યારે પાછળના ભાગે આગ લાગી. SP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે પાછળ બેઠેલા ચાર લોકો ઘટનાસ્થળે જ સળગી મોતને ભેટ્યા હતા, જ્યારે આગળ બેઠેલા ત્રણ લોકો દાઝીને બહાર નીકળી શક્યા.

Modasa Horror:

Modasa Horror:ફાયર ટીમ તુરંત દોડી, છતાં ચારનાં જીવન બચી ન શક્યાં

ફાયર અધિકારી હેમરાજ વાઘેલાના જણાવ્યા મુજબ રાતે 1:40 વાગ્યે કોલ મળતા જ ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ કાબૂમાં લીધી. શરૂઆતમાં ત્રણનાં મોતની માહિતી મળી હતી, જ્યારે થોડા કલાકોમાં નવજાતના પિતાનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું.

Modasa Horror:મૃતકોના નામ

  1. જિજ્ઞેશભાઈ મહેશભાઈ મોચી (38) – નવજાતના પિતા, લુણાવાડા
  2. તાજું જન્મેલું બાળક (1 દિવસ)
  3. ડૉ. રાજકરણ શાંતિલાલ રેટિયા (30) – ચાંદખેડા, અમદાવાદ
  4. નર્સ ભૂરીબેન રમણભાઈ મનાત (23) – ઓઢા ભડવચ, અરવલ્લી

દાઝીને બચી ગયેલા ઈજાગ્રસ્તો

  1. અંકિતભાઈ ઠાકોર (24) – એમ્બ્યુલન્સ ડ્રાઈવર
  2. ગૌરાંગ મોચી (40) – નવજાતના કાકા
  3. જીતાબેન મોચી (60) – નવજાતની દાદી

પોલીસ તપાસ શરૂ, FSL ટીમ પહોંચી

ઘટના અંગે પોલીસ દ્વારા પંચનામું કરી તપાસ શરૂ કરવામાં આવી છે. IPC ધારા 194 મુજબ અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. FSLની ટીમ આગનું કારણ શોધવા તપાસ કરી રહી છે.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

Tathya patel case update :  2 વર્ષ બાદ તથ્ય અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ચાર્જફ્રેમ થઈ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે