Home State Gujarat Midnight Bureaucracy Grind: ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, સચિવાલયથી લઈને જિલ્લા સ્તરે...

Midnight Bureaucracy Grind: ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, સચિવાલયથી લઈને જિલ્લા સ્તરે બદલી અને પ્રમોશનનો ગંજીપો ચીપકાયો

0
247
Midnight Bureaucracy Grind
Midnight Bureaucracy Grind

Midnight Bureaucracy Grind: ગુજરાત સરકાર દ્વારા વહીવટી સ્તરે એક ખૂબ જ મોટો અને મહત્વનો ફેરબદલ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) અને મહેસૂલ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મોટાપાયે બદલી અને બઢતી (પ્રમોશન)ના આદેશો જારી કરાયા છે. તારીખ 27 મે, 2026ના રોજ મોડી સાંજે જાહેર થયેલા આ નિર્ણયોને પગલે સચિવાલય અને જિલ્લા કક્ષાના સરકારી તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે.

આ વહીવટી ફેરફાર અંતર્ગત ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, સેક્શન અધિકારી (SO) અને નાયબ સેક્શન અધિકારી (DYSO) સહિતના અસંખ્ય અધિકારીઓની જવાબદારીઓમાં મોટો બદલાવ આવ્યો છે.

Midnight Bureaucracy Grind

Midnight Bureaucracy Grind: 1. મહેસૂલ વિભાગમાં વર્ગ-1ના અધિકારીઓની બદલી અને બઢતી

મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલી માહિતી અનુસાર, ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-1 સંવર્ગના અધિકારીઓની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.

  • 27 અધિકારીઓની બદલી: વિવિધ જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટરો અને જિલ્લા પુરવઠા અધિકારીઓ સહિત કુલ 27 વરિષ્ઠ અધિકારીઓની બદલી કરીને નવી નિમણૂક સોંપાઈ છે.
  • 9 અધિકારીઓને પ્રમોશન: મામલતદાર વર્ગ-2 સંવર્ગના 9 અધિકારીઓને સિનિયોરિટી અને ‘ડીમ્ડ ડેટ’ના આધારે હંગામી ધોરણે વર્ગ-1 (નાયબ કલેક્ટર કે સમાન કક્ષા)માં પ્રમોશન આપવામાં આવ્યું છે. આ અધિકારીઓને વાસ્તવિક હાજર તારીખ સુધીના નાણાકીય લાભો નોશનલ ગણવાના રહેશે.

Midnight Bureaucracy Grind: 2. GAD દ્વારા સચિવાલય કેડરમાં મોટો ફેરફાર

સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલયના આંતરિક વહીવટને વેગ આપવા માટે મોટા પાયે બદલી અને પ્રમોશનના ઓર્ડર કરાયા છે:

  • 36 સેક્શન અધિકારીઓ (SO)ની બદલી: વિવિધ વિભાગોમાં લાંબા સમયથી મહત્વના ટેબલ સંભાળતા 36 SOની એકસાથે બદલી કરવામાં આવી છે.
  • 81 DYSOને પ્રમોશન: લાંબા સમયની રાહ જોયા બાદ 81 નાયબ સેક્શન અધિકારીઓ (DYSO)ને સેક્શન અધિકારી (SO) તરીકે ઉચ્ચ પ્રમોશન આપીને સચિવાલયના અલગ-અલગ વિભાગોમાં ખાલી જગ્યાઓ પર તાત્કાલિક અસરથી નિયુક્ત કરાયા છે.

Midnight Bureaucracy Grind: સચિવાલયમાં ચર્ચાનું કેન્દ્ર: ‘મિડનાઇટ ઓર્ડર કલ્ચર’

ગાંધીનગર સચિવાલયમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મહત્વના વહીવટી નિર્ણયો અને બદલીના આદેશો ઓફિસ સમય બાદ એટલે કે મોડીરાત્રે કે મધરાતે જાહેર થવાની એક નવી પરંપરા (ટ્રેન્ડ) શરૂ થઈ છે, જે કર્મચારીઓમાં ‘મિડનાઇટ ઓર્ડર કલ્ચર’ તરીકે ચર્ચામાં છે.

  • આ અગાઉ 31 ડિસેમ્બર, 2025ની મધરાતે મોટા પાયે IAS અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર થયા હતા.
  • તાજેતરમાં અન્ડર સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી કક્ષાના ઓર્ડર પણ મોડીરાત્રે થયા હતા, અને ગઈકાલે (27 મે) પણ આ જ સિલસિલો યથાવત રહ્યો હતો.

મોડીરાત્રે ઓર્ડર બહાર પાડવા પાછળના મુખ્ય કારણો: સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિવસ દરમિયાન વિભાગીય મંજૂરીઓ, ફાઈલ ક્લિયરન્સ અને નામોને લઈને અંતિમ ચર્ચા ચાલતી હોવાથી આખરી ઓર્ડર રાત્રે તૈયાર થાય છે. કેટલીકવાર રાજકીય અને વહીવટી સ્તરે છેલ્લી ઘડીના ફેરફારો થતા હોય છે. આ ઉપરાંત, આગામી દિવસોની જાહેર રજાઓ અથવા તો ટ્રાન્સફર જેવા સંવેદનશીલ મુદ્દાઓમાં ગોપનીયતા જાળવવા માટે પણ આ પદ્ધતિ અપનાવવામાં આવે છે.

Midnight Bureaucracy Grind: પ્રમોશન મુદ્દે કર્મચારીઓમાં અસંતોષની લાગણી

એક તરફ મોટા પાયે પ્રમોશન આપવામાં આવ્યા છે, તો બીજી તરફ સચિવાલયના નાયબ સેક્શન અધિકારીઓ (DYSO)માં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

  • હાલમાં 800થી વધુ DYSO એવા છે જેઓ 8થી 10 વર્ષનો લાંબો અનુભવ ધરાવે છે અને આગામી વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ માટે પાત્ર બને છે.
  • જોકે, વર્તમાન રેશિયો અને મર્યાદિત ખાલી જગ્યાઓને કારણે તેમને પ્રમોશન મળવાની સંભાવના નહિવત છે. કર્મચારી વર્તુળોની માગ છે કે જો સેક્શન અધિકારી અને અન્ડર સેક્રેટરી કેડરમાં પ્રમોશનનો રેશિયો સુધારવામાં આવે, તો જ લાંબા સમયથી રાહ જોતા અનુભવી અધિકારીઓની નિરાશા દૂર થઈ શકે તેમ છે.

આ વહીવટી ફેરબદલથી રાજ્યભરના જિલ્લા કક્ષાના વહીવટ અને સચિવાલયની કામગીરીમાં નવી ગોઠવણો જોવા મળશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 વડોદરામાં અસાધ્ય બીમારીથી કંટાળીને ૩૯ વર્ષના યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પિતાની હિંમત પણ કામ ન આવી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે